યોગી આદિત્યનાથ જે ગોરખનાથ મઠના મુખ્ય પૂજારી છે તેની જમીન નવાબ અસિફુદૌલાએ દાનમાં આપી છે : વિનોદ દૂઆ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
વિનોદ દુઆએ પોતાના શો ‘જનગણમન કી બાત’ મારફતે પર્યટન પુસ્તિકામાં તાજમહલને સામેલ ન કરવા અંગે ઉત્તરપ્રદેશની સરકારને અનેક સવાલો પૂછ્યા હતા. તેમણે વ્યંગપૂર્ણ સવાલ ઉઠાવતા કહ્યું કે, જો તાજમહલ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક નથી. તો શું રશિયન સંસ્કૃતિનું પ્રતિક છે. આગળ તેમણે કહ્યું કે, તે મુઘલ હોય કે, લોદી હોય. ભારતમાં શાહજ્હાંના સમયમાં ભારતની જીડીપી ૨૪ ટકા હતી. જે દુનિયાની સૌથી વધુ હતી. તે આજે ૩.૭ છે. તે પૂછે છે કે, ભારતીયતા ક્યાં છે ? વિનોદ વર્માએ તાજમહલને પર્યટન સ્થળોની યાદીમાંથી બહાર કાઢવા પર વિલાપ વ્યક્ત કર્યો હતો. જે આ દુનિયાના સાત અજાયબીઓમાંનું એક છે. અને ભારત તેમજ ઉત્તરપ્રદેશ સરકાર તેના માટે અધિકતમ આવકનું નિર્માણ કરી રહી છે. આ યાદીમાં માત્ર તાજમહલ નહીં પરંતુ લખનૌના સૌથી મોટા ઈમામ વાડાનું નામ પણ સામેલ નથી. તેનું નિર્માણ અસિફદદૌલાએ કર્યું હતું. યોગી આદિત્યનાથ ગોરખપુર ગોરખનાથ મઠના પ્રમુખ પુજારી છે. ગોરખનાથ મંદિરની જમીન નવાબ અસિફુદદૌલાએ દાનમાં આપી હતી. દુઆએ વધુમાં જણાવ્યું કે, પર્યટનની યાદી એવી માનસિકતાથી તૈયાર કરવામાં આવી છે. કે, હિન્દુ સ્મારકો જ ભારતીય છે. નિર્દયતા સહિત આ યાદી સમુદાયો વચ્ચે ભાગલા પાડવાનો પ્રયત્નના ભાગરૂપે બનાવવામાં આવી છે. તેનો સ્વીકાર થવો જોઈએ નહીં.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks