યોગી રાજમાં શિક્ષકમિત્રોએ ગોરખપુરમાં ભીખ માંગી મુરાદાબાદમાં ઝાડુ લઈ રોડ ઉપર સફાઈ કરી

(એજન્સી) લખનઉ, તા.૧૮
સમગ્ર ઉત્તરપ્રદેશમાં પોતાની માગણીઓ સંદર્ભે શિક્ષામિત્રો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે. પોતાના આંદોલનના ભાગરૂપે વિરોધ પ્રદર્શન કરવા શિક્ષામિત્રોએ ગોરખપુરના દેવરિયામાં લોકો પાસેથી ભીખ માગી હતી જ્યારે મુરાદાબાદમાં ઝાડુ લગાવી સરઘસ કાઢ્યું હતું. એ પોતાને કાયમી સમાવિષ્ઠ કરવાની માગણી કરી રહ્યા છે. દેવરિયામાં શુક્રવારે પણ કોઈ શિક્ષામિત્ર ભણાવવા માટે શાળાએ ગયા ન હતા. મોટી સંખ્યામાં શિક્ષામિત્રો કલેક્ટર કચેરી બહાર ત્રણ કલાક સુધી ધરણા ઉપર બેઠા હતા એ પછી સરઘસ કાઢી સિવિલ લાઈન રોડ ઉપર પહોંચ્યા અને ભીખ માગી હતી. એ પછી એ લોકો કેન્દ્રીયમંત્રી કલરાજ મિશ્રની કચેરીએ પહોંચ્યા અને ત્યાં સૂત્રોચ્ચાર કર્યા. આંદોલનને ધ્યાનમાં રાખી વહીવટી વિભાગે એલર્ટ જારી કર્યું હતું. જિલ્લામાં ૧પમી ઓગસ્ટથી શિક્ષામિત્રોનું આંદોલન ચાલી રહ્યું છે. શુક્રવારે ૧૦ વાગે મોટી સંખ્યામાં શિક્ષામિત્રો કલેક્ટર ઓફિસની બહાર પહોંચ્યા હતા. દરમિયાનમાં સમાયોજિત શિક્ષક એસોસિએશનના જિલ્લાધ્યક્ષ મનોજસિંહ ચંદેલે કહ્યું કે પ્રદેશની સરકાર શિક્ષામિત્રોના પ્રશ્નો બાબત જરાય સંવેદનશીલ નથી. શિક્ષામિત્રોના આંદોલનના લીધે સિવિલ લાઈન રોડ લાંબા સમય સુધી બંધ રહ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks