હવે GST અંગે સાત પાયાના પ્રશ્નોના જવાબો તમે જાણતા હોવા જોઇએ

(એજન્સી)       તા.૩૦

ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સનો (GST‌)આજે મધરાતથી આરંભ થયો છે. જીએસટી અંગે કેટલાક મહત્વના પ્રશ્નો તમને મનમાં ઊભા થતા હશે તો અહીં કેટલાક પાયાના પ્રશ્નોના જવાબો પ્રસ્તુત છે.

૧. GST‌ શું છે ?

GST‌ એટલેકે ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ એ એક માત્ર પરોક્ષ કર છે જે વર્તમાન બહુલ પરોક્ષ કરની પદ્ધતિનું સ્થાન લેશે અને અખિલ ભારતીય સ્તરે કરવેરાની સર્વગ્રાહી એક જ સિસ્ટમ અમલમાં આવશે.

૨. GST‌ની અસરો શું પડશે.

GST‌નો મુખ્ય હેતુ પુરવઠાની જુદી જુદી ચેનલે એકથી વધુ કરવેરાનો અંત લાવવાનો છે. જેમ કે જો તમે મ.પ્ર.માં રહેતા હો અને તામિલનાડુમાંથી કાર ખરીદી હોય તો તમારે અનેક ટેક્સ લાગશે જેમ કે તામિલનાડુનો સેલટેક્સ ત્યારબાદ એક્સાઇઝ ડ્યુટી, તમારા રાજ્યનો સેલટેક્સ વગેરે વગેરે. જ્યારે GST‌ દ્વારા બે જ ટેક્સ આવરી લેવામાં આવશે. એક કેન્દ્રનો અને બીજો રાજ્યનો ટેક્સ.

૩. GST‌ હેઠળ ક્યા સેન્ટ્રલ અને સ્ટેટ      ટેક્સીસ આવરી લેવામાં આવ્યા છે.

સેન્ટ્રલ  ટેકસ

– સેન્ટ્રલ એક્સાઇસ ડ્‌યૂટી, એડિશનલ એક્સાઇઝ ડ્યૂટી, ડ્યૂટીઝ ઓફ એક્સાઇઝ, સર્વિસ ટેક્સ, એડિશનલ  ડ્યૂટી ઓફ કસ્ટમ, સ્પેશિયલ એડિશનલ ડ્યૂટી ઓફ કસ્ટમ, સેન્ટ્રલ સરચાર્જ અને સેસ

૪. GST‌ હેઠળ આવરી લેવામાં આવનાર સ્ટેટ ટેક્સ

– વેટ-સેલ્સ ટેક્સ, મનોરંજન વેરો, લક્ઝરી ટેક્સ, લેટરી બેટીંગ પર ટેક્સ, સ્ટેટ સેસ, સરચાર્જ, એન્ટ્રી ટેક્સ અને પરચેઝ ટેક્સ

૫. GST‌ના લાભો

GST‌ સિસ્ટમ તેના અમલ અને વિતરણમાં વધુ કાર્યક્ષમ રહેશે. ૧ જુલાઇ બાદ કેટેગરી પ્રમાણે ટેક્સ લેવામાં આવશે, આનો અર્થ એ થયો કે કોઇપણ આઇટમનો પુરવઠો રાજ્યની સરહદો અને ટેક્સ દ્વારા કોઇ અવરોધ ઊભો થશે નહીં.

૬. GST‌માં કઇ કઇ કેટેગરી છે ?

GST‌માં કુલ સાત કેટેગરી છે.

૧.        (૨૮ટકા), ૨. (૧૮ ટકા), ૩. (૧૨ ટકા),૪. (૫ ટકા), ૫. (૩ ટકા), ૬. (૦.૨૫ ટકા) અને ૭. ( ૦ ટકા) (ટેક્સ મુક્તિ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks