(એજન્સી) તા.ર૪
અફઘાનિસ્તાનના મુસ્લિમોના હૃદયમાં ઇસ્લામ ધર્મના પવિત્ર સ્થળ મક્કાની ઝિયારતનો જુસ્સો ક્યારેય શાંત નથી થવાનો. ભલે ત્યાં યુદ્ધ, માનવીય કટોકટી તથા ગરીબી પકડ જમાવી રહી છે. અફઘાનીઓ કહે છે કે હાજીઓ ફક્ત વારંવાર હજ કરવાનું ટાળે.
સ્થાનિક કસ્ટમ અને પારંપરિક વિભાગના અધિકારીઓ કહે છે કે હાજીઓ મોંઘીદાટ જમણવારની પાર્ટીઓ તથા મોંઘીદાટ ભેટો ખરીદીને લાવવાનું બંધ કરે. તેના કારણે દર વ્યક્તિએ રપ૦૦ ડોલરનો ખર્ચ વધી જાય છે. અફઘાનિસ્તાનનો વાર્ષિક હાજીઓનો ક્વોટા લગભગ ૩૦૦૦૯ જેટલો છે. સ્થાનિકો કહે છે કે તેમ છતાં હજારો લોકો એવા છે જે વારંવાર હજ પઢવા દર વર્ષે પહોંચી જાય છે. સમાજની ટીકાના ભયે કેટલાક લોકો એવા છે જે હજ પઢવા જવાનું ટાળે છે કેમ કે મોંઘીદાટ જમણવાર પાર્ટીઓનું આયોજન કરી શકતા નથી કે તે હજ પઢ્યા બાદ મોંઘીદાટ ભેટો કે સોનું ખરીદીને લાવી શકે છે. જોકે હવે અફઘાનિસ્તાનના કેટલાક નાગરિકો આવી પ્રથાને દૂર કરવા માગે છે અને તે ઇસ્લામ ધર્મ મુજબ આગળ વધવા માગે છે. તે કહે છે કે જ્યારે અફઘાનિસ્તાન હાલમાં આંતરરાષ્ટ્રીય મદદનો મોહતાજ છે, લાખો લોકો બેરોજગાર છે, દેશની લગભગ ૧.ર મિલિયન જેટલી વસ્તી વિસ્થાપિત છે ત્યારે વારંવાર હજ પઢવા જવું એ બિનજરૂરી બની જાય છે. ફજલ અહેમદ નામની વ્યક્તિ જે હજ પઢવા જવા માટે તેના દસ્તાવેજો આવવાની રાહ જોઇ રહ્યો છે તે કહે છે કે જે લોકો બીજી, ત્રીજી કે ચોથી વાર હજ પઢવા જાય છે એ પણ ધાર્મિક સ્પષ્ટતા કર્યા વિના તે લોકો જાણે લે કે તે મોટી ભૂલ કરી રહ્યાં છે. તેણે કહ્યું કે અમે એક એવું અભિયાન ચલાવ્યું છે અને તે મુજબ પાડોશી મસ્જિદો અને વિસ્તારોમાં જઇને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ કે લોકો વારંવાર હજ પઢવા જવાને બદલે આ પૈસા ગરીબો અને જરૂરિયાતમંદોને આપે. હાજીઓ દ્વારા કરવામાં આવતાં અતિશય ખર્ચ વિશે તેમણે જાગૃત કરવામાં આવે છે. આ અભિયાન હેરાતમાં ચલાવવામાં આવી રહ્યું છે.