યુવા અને મહિલા મતદારો નામ નોંધાવવા આગળ આવે : કલેક્ટર ડો.મોડિયા

લુણાવાડા, તા.ર૦
ચાલુ વર્ષે રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે મતદાર યાદી અદ્યતન અને ક્ષતિ રહિત બને તે માટે મહિસાગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા-ર૦૧૭ ઝુંબેશ કાર્યક્રમ અંતર્ગત પી.એન. પંડ્યા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, લુણાવાડા ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મતદાર યાદી સુધારણા-ર૦૧૭ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને સંબોધન કરતાં જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી. મોડિયાએ જણાવ્યું હતું કે જિલ્લાની યુવા અને મહિલા મતદારો મતદાર યાદીમાં નામ નોંધાવવા આગળ આવે જે મતદારોએ તા.૦૧/૦૧/ર૦૧૭ની તારીખે ૧૮ વર્ષ પૂરા થયા હોય અને આજ સુધી મતદાર યાદીમાં નામ નોંધાવેલ ન હોય તેવા મતદારોએ અરજીફોર્મ નં.૬ અને જન્મનો દાખલો, એલ.સી. ડ્રાઈવિંગ લાયસન્સ, આધારકાર્ડ, રેશનકાર્ડ, વીજળીબીલ, પાસપોર્ટ આધાર પુરાવાની ઝેરોક્ષ નકલો સાથે અરજી કરવાની રહેશે તેમજ મતદાર યાદીમાં નામ કે અન્ય વિગતોમાં સુધારા-વધારા કરવા માટે ફોર્મ નં.૮માં, એક જ વિધાનસભા મત વિભાગના એક ભાગમાંથી બીજા ભાગમાં નામ તબદીલ કરવા ફોર્મ નં.૮(ક)માં અને મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ નં.૭માં અરજી કરવાની રહેશે. આપના દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો સંદેશો જન જન સુધી પહોંચે તે માટે ડો.મોડિયાએ એસએમએસ, વોટસએપ અને ફેસબુક દ્વારા જનજન સુધી સંદેશો પહોંચાડવા અપીલ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks