(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
હું દોષી તેવું કોઈ માનતું નથી, મેવાણીએ કહ્યું કે ભીમા કોરેગાંવ હિંસાનો આરોપ મારી પર મૂકવામાં આવ્યો. પરંતુ આ વાત કોઈને પણ સાચી લાગતી નથી.
મેવાણીએ પોતાના ચૂંટણી ચિન્હ સિલાઈ મશીનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હું તો સિલાઈ મશીન લઈને લોકોને સાંધવા માટે અહિં આવ્યો છું.
પ્રેમની ભાષા : હું અને મારા સાથીદારો બંધારણને બચાવવા માંગીએ છીએ. ભાજપે અમારી સામે ખોટા કેસો કર્યાં છે પરંતુ અમે બંધારણને વળગી રહીશું.
મોદી પર સવાલનો મારો : મેવાણીએ વડાપ્રધાન મોદીને સંખ્યાબંધ સવાલો પૂછ્યાં જે તેઓ ગુજરાત વિધાનસભામાં ઉઠાવશે. તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યોૈ કે શા માટે અખિલ ગોગોઈની સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ કેસ કરવામાં આવ્યો.
જમીન અધિકારો : મેવાણીએ કહ્યું કે ભાજપ મુળે મુદ્દાઓથી ધ્યાન ભટકાવી રહ્યો છે. તેમણે દલિતો અને આદિવાસીઓના જમીન અધિકારો આપવાનું જણાવ્યું લવજેહાદ અને ગાય : મેવાણીએ કહ્યું કે ઘર વાપસી, લવ જેહાદ જેવા મુદ્દાઓને ઉખેડવામાં આવી રહ્યાં છે. અમે તમામ સાથીદારો આની વિરોધમાં ખડા છીએ.
મનુસ્મૃતિની વિરૂદ્ધ બંધારણ : મેવાણીએ પીએમ મોદીને મનુસ્મૃતિ કે બંધારણમાંથી એકની પસંદગી કરવાનું કહ્યું. મેવાણીએ કહ્યું કે તમારે શું જોઈએ છે. એક હાથમાં મનુસ્મૃતિ બીજા હાથમાં બંધારણ છે. અહીં ઉપસ્થિત તમામ લોકો બંધારણના ટેકામાં ઊભા છે.