(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૯
શહેરના સિંગણપોર વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે નણંદનો જેઠ પાછલા બે વર્ષથી શારીરિક શોષણ કરતો હોવાની વિગતો બહાર આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના સીંગણપોર ચાર રસ્તા વિસ્તારમાં આશરે ૩૦ વર્ષીય એક સંતાન ધરાવતી મહિલા સાથે છેલ્લા બે વર્ષ દરમિયાન ભરૂચના સેલબા ગામે રહેતા તેની નણંદનો જેઠ સુનીલ નારાયણભાઇ આહિર શારીરિક શોષણ કરતો હતો. મહિલાને આ બાબતે કોઇને જાણ કરશે તો જાનથી ંમારી નાંખવાની ધમકી આપતો હતો. જ્યારે આ મામલે તેની પત્ની અંજુબેન ફણ મદદગારી કરતી હતી.સુનીલ અને તેની પત્ની સુરત ખાતે મહિલાના ઘરે અવાર-નવાર કોઇને કોઇ બહાને રોકવા આવતા હતા.તે દમિયાન મહિલાને ધાકધમકી આપીને સુનીલ બળાત્કાર ગુજારતો હતો. આખરે મહિલાએ ચોકબજાર પોલીસ મથકે બંને વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.