યુવકને થાંભલા સાથે માર મારવાના બનાવ બાદ છ ઈસમોનો બે જણા પર ચપ્પુથી હુમલો

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧
શહેરના સચીન તલંગપુર ગામની જયઅંબે સોસાયટીમાં એક વ્યકિતને ચોર સમજી થાંભલા સાથે બાંધી દઈ માર મારવાના પ્રકરણમાં અજાણ્યા પાંચથી છ ઈસમો ત્યાં આવી જય અંબે સોસાયટીના બે વ્યકિતઓ પર ચપ્પુ વડે હુમલો કરી થાંભલા સાથે બાંધી દેવાયેલા યુવકને છોડાવી ફરાર થઈ ગયા હોવાનો બનાવ સચીન જીઆઈડીસી પોલીસ મથકે નોધાતા પોલીસે આઈપીસી-૩૨૬, ૩૨૪ મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સચીન તલંગપુર જય અંબે સોસાયટીમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા ભીમનાથસિંગ હરીનારાયણ સિંગ પટેલે સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં પાંચથી છ અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી. આ પોલીસે ફરિયાદમાં તેમણે જણાવ્યું હતુ઼ કે, ગત તા. ૩૧મી જુલાઈના રોજ રાત્રિના સુમારે આ સોસાયટીમાં રહેતા અભિષેક ત્રિપાઠી અને તેમના મિત્ર રામબાબુ કેવટ તથા વસંતલાલ એક રિક્ષામાં બેઠા હતા. આ દરમિયાન તેઓ પાસે ત્રણ અજાણ્યા ઈસમો આવ્યા હતા. અને ત્રણ પૈકી એક ઈસમે પોતાની પાસેની બોટલમાં રહેલું પાણી ખારૂ છે. તેમ જણાવી અભિષેક ત્રિપાઠી પાસે પીવાનું પાણી માગતા તેમણે ‘‘ઈતની રાત કો પાની કહા મિલેગા’’ તેમ જણાવ્યું હતું. ત્યારબાદ અજાણયા ઈસમે એક મકાનનો દરવાજા ખટખટાવતા અભિષેકે દરવાજા નહી ખટખટાવવાનું ચાલુ રાખતા અભિષેકે આવેલા ઈસમને ચોર સમજીને ઝપાઝપી કરી બૂમો પાડી ેને માર મારી થાંભલા સાથે બાંધી દઈ જતા રહ્ના હતા. ત્યારબાદ અજાણ્યા ૫થી ૬ ઈસમો જય અંબે સોસાયટીમાં આવી રાજેશ નિશાદ તથા રાજકારણ નિશાદ પર ચપ્પુ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી થાંભલા સાથે બાંધેલા અજાણ્યા યુવકને છોડાવી ફરાર થઈ ગયા હતા. સચીન જીઆઈડીસી પોલીસે ગુનો નોધી ગુનાવાળી જગ્યાનું પંચનામુ કરી સાક્ષીઓના નિવેદનો લીધા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks