ભૂજ,તા.૩૦
પૂર્વકચ્છમાં કંડલા નજીક બપોરે એક ટેન્કર અડફેટે બાઈક સવાર ૩ યુવાનોનાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. કરૂણ ઘટનાની વિગતો એવી છે કે બપોરે ૩ વાગ્યાના અરસામાં તુણા અને કંડલાના ૩ યુવાનો બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલા ટેન્કરે ટક્કર મારતા બાઈકસવાર (૧) સુલતાનગની બાપડા (ઉ.વ.૧૬) (ર) ફારૂક મામદ બલોચ (ઉ.વ.ર૦) (૩) આમદ જુસબ કેલા (ઉ.વ.ર૦) નામના યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બનાવ અંગે ઐયુબ નુરમામદ બુચડેે પોલીસને જાણ કરી હતી. અકસ્માત બાદ ટેન્કર ચાલક નાસી છૂટ્યો હતો. કંડલા પોલીસે તપાસ હાથ ધરી છે.
Facebook
0
Twitter
0