યુવતીની લાજ લૂંટી હત્યાના બનાવમાં આરોપીની બાતમી આપનારને પ૦ હજારનું ઈનામ

બિલિમોરા,તા.ર૧
બિલિમોરા નજીક ખાપરવાડા ગામે લગભગ ચારેક વર્ષ અગાઉ એક યુવતીની બળાત્કાર કરી હત્યા કરી દેવાયેલી કેસમાં આરોપીને પોલીસ પકડી શકી નથી. બિલિમોરા નજીક ખાપરવાડા ગામ જોરાવાસણ સ્ટેશન નજીક ચારેક વર્ષ અગાઉ તા.૩૧-૧૦-ર૦૧૩ના રોજ વહેલી સવારે કોઈ અજાણ્યા ઈસ્મોએ ર૦ વર્ષીય યુવતીને નજીક વાડીમાં લઈ જઈ તેણીના ઉપર બળાત્કાર કરી તેની હત્યા કરી લાશ વાડીમાં નાખી નાસી ગયા હતા, આ ઘટનાથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આ બનેલી ઘટનાની પોલીસે તપાસ કરી ગુનાના આરોપીને શોધી કાઢવા આકાશ પાતાળ એક કર્યા હતા. પરંતુ પોલીસને આ મામલે કોઈ સફળતા મળી ન હતી. પીડિતના પરિવારે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ કે સીબીઆઈને સોંપવામાં આવે એવી માગણી કરી હતી.
જેમાં હાઈકોર્ટ દ્વારા ગત તા.૧-૪-ર૦૧પના રોજ આ કેસની તપાસ રાજય સીઆઈડીને સોંપવામાં આવી હતી. આ કેસમાં ગુનેગારોનું પગેેરૂં શોધવા બધા જ પાસાની તપાસ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરાઈ હતી. વૈજ્ઞાનિક પધ્ધતિ ફોરેન્સિકની મદદથી ઘણા શકમંદોની પૂછપરછ કરવા છતાં આ કેસમાં કોઈપણ પ્રકારની સીઆઈડી ક્રાઈમને સફળતા મળી ન હતી અને આજે પણ તપાસ ચાલુ જ છે આ કારણે ગુજરાત રાજયના સીઆઈડી ક્રાઈમના પોલસી મહાનિર્દેશક આશિષ ભાટિયા તથા અધિક પોલીસ મહાનિર્દેશક અનિલ પ્રથમના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલા ડિટેકટીવ સીઆઈડી ક્રાઈમના પી.આઈ.બી.વી. પંડયા દ્વારા બોલાવાયેલી પત્રકાર પરિષદમાં આ કેસ ગુનાના આરોપીની બાતમી કે સચોટ માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવાની શરતે રૂા.પ૦ હજારનું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks