જીગ્નેશ મેવાણીને ઝેડ પ્લસ સુરક્ષા આપવા અરવલ્લી કલેક્ટરને આવેદન

(સંવાદદાતા દ્વારા) મોડાસા,તા.૧૧
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા કલેકટર કચેરી ખાતે સોમવારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો અને દલિત આગેવાનો એકઠા થઇ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને રવિ પૂજારી નામના યુવકે મોબાઈલ પર જાનથી મારી નાખવાની આપેલી ધમકીના વિરૂદ્ધમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સહિત સાથી સંગઠન ગુજરાત રાજ્ય દ્વારા જીગ્નેશ મેવાણીની સુરક્ષા મુદ્દે Z+ કક્ષાની સુરક્ષા આપવાની માંગ અને જીગ્નેશ મેવાણીની સલામતીના પ્રશ્ને મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહી અરવલ્લી જિલ્લા કલેક્ટર એમ.નાગરાજનને આવેદનપત્ર પાઠવી સરકાર સુધી અવાજ પહોંચે તે માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકર અનિલ પરમાર, આનંદ પરમાર, રમેશભાઈ મહેશ્વરી ડેમાઈ, કલ્પેશભાઈ પંડ્યા ડેમાઈ, જીતેન્દ્ર સુતરિયા, સંદીપ પરમારે રજૂઆત કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts