Gujarat

અમરેલીના રાજસ્થળી ગામના યુવાને પોલીસ સ્ટેશનની બહાર ઝેર ગટગટાવ્યું

અમરેલી, તા.ર૬
અમરેલીના રાજસ્થળી ગામના દલિત યુવાને તાલુકા પોલીસ સ્ટેશનની બહાર ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામેલ હતી. દલિત યુવાન ઉપર ગામનઙ્મ કોળી યુવાતી ઉપર છેડતી કરવાનો ગુનો નોંધાયેલ હોઈ જેથી આજે તેણે પોલીસ મથકમાં ઝેરી દવા ગટગટાવી લીધેલ હતી. ભોગ બનનાર યુવાન ઉપર ખોટી ફરિયાદ થઈ હોવાનું દલિત આગેવાનોએ જણાવ્યું હતું. આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના રાજસ્થળી ગામે રહેતો આનંદ ઉગાભાઈ મહીડા (ઉ.વ.રપ)ના ઉપર થોડા દિવસ પહેલાં ગામનાં કોળી સગીરા ઉપર છેડતી કરવાની ફરિયાદ દાખલ થયેલ હોઈ અને આજે તે બાબતે આનંદે અમરેલી તાલુકા પોલીસે આવી ઝેરી દવા ગટગટાવી લીધેલ હતી. આ બનાવ અંગે દલિત આગેવાનોએ જણાવ્યા અનુસાર આનંદે રાજસ્થળી ગામમાં દારૂ વેચાતો હોવાની બાતમી પોલીસને આપેલ હોઈ જેથી આનંદ સામે બદલો લેવા તેની ઉપર ખોટી પોસ્કોની ફરિયાદ થઈ હોવાનું દલિત આગેવાનો જણાવી રહ્યા છે. જ્યારે તાલુકા પીએસઆઈ એચ.એચ. સેગલીયાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આનંદ ઉગાભાઈ મહીડા સામે પોસ્કોની ફરિયાદ થઈ હોવાથી તેને લાગી આવતા ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.