અંકુર વારીકુએ શેર કર્યું કે કેવી રીતે તેઓ ૫ વર્ષમાં રૂા.૧૪,૦૦૦ પ્રતિ મહિનાથી રૂા. ૩૩ લાખના પેકેજ સુધી પહોંચ્યા : ‘તેને લાયક બનવા મેં સખત મહેનત કરી હતી’

એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
જાણીતા ઉદ્યોગસાહસિક (Entrepreneur) અને કન્ટેન્ટ ક્રિએટર અંકુર વારીકુએ તાજેતરમાં જ તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોની એક પ્રેરણાદાયી સફર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેઓ ૨૪ વર્ષની ઉંમરે મહિનાના માત્ર રૂા.૧૪,૭૫૦ કમાતા હતા અને ત્યાંથી આગળ વધીને માત્ર ૫ વર્ષના ટૂંકા ગાળામાં રૂા.૩૩ લાખના વાર્ષિક પેકેજ (LPA) સુધીપહોંચ્યાહતા. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં તેમણે પોતાની કારકિર્દીના સંઘર્ષો, અમેરિકામાં અભ્યાસ અધૂરોછોડીનેપરતફરવુંઅને ત્યારબાદ એજ્યુકેશન લોન લઈને મેળવેલી સફળતા વિશે ખુલીને વાત કરી છે.
અંકુર વારીકુએ ભૂતકાળને યાદ કરતા જણાવ્યું કે, અમેરિકામાં અભ્યાસ છોડ્યા બાદ જ્યારે તેઓ ભારત પરત ફર્યા ત્યારે ભવિષ્યને લઈને ભારે મૂંઝવણમાં હતા. તેમણે નોકરીની શોધમાં ૪૫ દિવસ સુધી અખબારોની જાહેરાતો જોઈ અને વોક-ઈન ઈન્ટરવ્યુ આપ્યા. આખરે ’NIS સ્પાર્ટા’ કંપનીમાં તેમની પસંદગી થઈ. તે સમયે તેઓ રૂા.૧૦,૦૦૦ પ્રતિ મહિનાની આશા રાખતા હતા, પરંતુ કંપનીએ તેમને રૂા.૧૫,૦૦૦ની ઓફર કરી. આ નોકરી દરમિયાન તેમની આસપાસ મોટાભાગના સ્મ્છ સ્નાતકો હતા, જેના કારણે તેમને પોતાનામાં કંઈક ખૂટતું હોય તેવું લાગ્યું અને તેમણે પોતે પણ સ્મ્છ કરવાનો નિર્ણય લીધો. તે જ સમયે ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ (ISB) દ્વારા એક વર્ષનો સ્મ્છ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. જોકે, આ કોર્સ કરવા માટે તેમણે તેમના પરિવારની અત્યાર સુધીની સૌથી મોટી લોન લેવી પડી હતી, જેનો માસિક હપ્તો (EMI) જ રૂા.૨૦,૦૦૦ હતો. વારીકુએ જણાવ્યું કે, “મેં મારી જાતને પૂછ્યું કે શું ૈંજીમ્ પછી મને રૂા.૩૫,૦૦૦ની નોકરી મળશે ? (જેમાં રૂા.૧૫,૦૦૦ મારી વર્તમાન આવક અને રૂા.૨૦,૦૦૦ લોનનો હપ્તો નીકળી શકે). મારી અંદરથી અવાજ આવ્યો- હા, મળશે.”ISBમ્માં તેમની આસપાસ IIT ટોપર્સ, CA રેન્કર્સ, વકીલો અને ડોક્ટરો જેવા પ્રતિભાશાળી લોકો હતા, જેમની વચ્ચે રહીને તેમણે માત્ર નવું જ્ઞાન મેળવવાનું શરૂ કર્યું.અભ્યાસ દરમિયાન તેમણે કન્સલ્ટિંગ ક્ષેત્રમાં રસ દાખવ્યો અને ઇન્ટરવ્યુની તૈયારીઓ શરૂ કરી. ત્રણ રાઉન્ડના કઠિન ઇન્ટરવ્યુ અને ફાઇનલ રાઉન્ડમાં મેનેજિંગ ડિરેક્ટર સાથેની વાતચીત બાદ તેમને કેમ્પસ પ્લેસમેન્ટમાં સૌથી શ્રેષ્ઠ નોકરી મળી. આ નોકરીમાં તેમનો વાર્ષિક પગાર વધીને રૂા.૧૨ લાખ થયો અને માત્ર દોઢ વર્ષમાં પ્રમોશન મળ્યા બાદ, ૩ વર્ષ પછી જ્યારે તેમણે રાજીનામું આપ્યું ત્યારે તેઓ વાર્ષિક રૂા.૩૩ લાખ કમાતા હતા. પોતાના આ અનુભવ પરથી યુવા પ્રોફેશનલ્સને પ્રેરણા આપતા અંકુર વારીકુએ કહ્યું કે, “હું દુનિયાનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ નથી. પરંતુ જ્યારે કોઈએ મારા પર ભરોસો મૂક્યો, ત્યારે મેં તે ભરોસાને લાયક સાબિત થવા માટે દિવસ-રાત સખત મહેનત કરી. તકો કદાચ તમને અન્યોના કારણે મળી શકે છે, પરંતુ તે પછી તમે શું કરો છો તે સંપૂર્ણપણે તમારા પર નિર્ભર છે. ક્યારેય સખત મહેનત કરવાનું છોડશો નહીં.” તેમની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સે ભારે હકારાત્મક પ્રતિક્રિયા આપી છે અને ઘણા બેરોજગાર યુવાનોએ આ વાર્તાથી પ્રેરિત થઈને નવો આત્મવિશ્વાસ મળ્યો હોવાનું જણાવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks