અખિલેશ સરકાર વખતે યુપી દલિત અત્યાચારનું કેન્દ્ર હતું : ભાજપ

(એજન્સી)                                                વારાણસી, તા.૯
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત માટે પાર્ટીના અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ પાંખને ફરીથી શરૂ કરતા, ભાજપના રાજ્ય મહાસચિવ (સંગઠન) ધરમપાલ સિંહે જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટી સરકાર દરમિયાન દલિતો પર સૌથી વધુ અત્યાચાર થયો હતો. રોહનિયા ખાતે પાર્ટીના કાશી પ્રાદેશિક એકમ કાર્યાલયમાં વારાણસી જિલ્લા અને શહેર એકમોના જિલ્લા અને વિભાગીય એકમના પદાધિકારીઓ સાથે પરામર્શ બાદ, સિંહે કાશી ક્ષેત્રના ૧૬ જિલ્લાઓના ૩૩૭ વિભાગીય એકમ પ્રમુખોની બેઠકને સંબોધિત કરી. તેમણે અસરકારક વિભાગીય સમિતિઓની રચના પર ભાર મૂક્યો હતો. સપા સુપ્રીમો પર નિશાન સાધતાં સિંહે કહ્યું, ‘અખિલેશ યાદવના શાસન દરમિયાન, યુપી દલિત અત્યાચારનું કેન્દ્ર બન્યું હતું અને તેમની સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આજે, પોતાને ડો. બીઆર આંબેડકર સાથે સરખાવવાનો પ્રયાસ કરીને, અખિલેશે તેમનું અપમાન કર્યું છે. સપા સરકાર હેઠળ, મુસ્લિમ તુષ્ટિકરણ, રાજ્ય-સંરક્ષિત ગુના, ભ્રષ્ટાચાર અને જાતિવાદને કારણે અનુસૂચિત જાતિ પર સૌથી વધુ અત્યાચાર થયો.’ તેમણે કહ્યું, ‘મુસ્લિમોનું તુષ્ટિકરણ અને હિન્દુઓનું જાતિ આધારિત વિભાજન એ વિપક્ષનો એકમાત્ર એજન્ડા છે. અખિલેશ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમના પરિવારના રાજકીય વારસાને બચાવવા માટે દેશને નબળો પાડવા માટે જાતિ આધારિત સંઘર્ષો ઉભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે’. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસે હંમેશા આંબેડકરનો વિરોધ કર્યો છે, દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર થવા દીધા નથી અને પોતાના સ્વાર્થી હિતો માટે બંધારણમાં સુધારો કરતા રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦નો ઉપયોગ કરીને, કોંગ્રેસે જીઝ્ર અને જી્‌ માટે અનામત સહિત તમામ બંધારણીય અધિકારોને નાબૂદ કરવાનું કામ કર્યું છે. ભાજપે હંમેશા જીઝ્ર/જી્‌ના આર્થિક, સામાજિક ઉત્થાન અને રાજકીય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે કેવી રીતે કામ કર્યું તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ જ કારણ છે કે આ સમુદાયોમાંથી દેશના સર્વોચ્ચ પદો પર પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. ભાજપે આંબેડકર દ્વારા પૂરા પાડવામાં આવેલા જીઝ્ર માટે અનામત સહિત તમામ બંધારણીય અધિકારોને સતત મજબૂત બનાવ્યા. તેમણે ઉલ્લેખ કર્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આંબેડકરના માર્ગ પર ચાલી રહ્યા છે. મોદીએ સફાઈ કર્મચારીઓના પગ ધોયા, તેમનું સન્માન કર્યું અને વિશ્વને સંદેશ આપ્યો કે ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોમાં કોઈ પણ વ્યક્તિ કે કાર્ય તુચ્છ નથી. અટલ બિહારી વાજપેયીએ ડો. આંબેડકરના સપનાઓને સાકાર કરવા માટે સર્વ શિક્ષા અભિયાન શરૂ કર્યું હતું. કોવિડ-૧૯ દરમિયાન, કોઈ ગરીબ કે હાંસિયામાં ધકેલાઈ ગયેલ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે માટે મફત રાશન પૂરૂં પાડવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભાજપ સરકારે આંબેડકર સાથે સંકળાયેલા સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવવામાં આવ્યા છે, જે કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ છે. ડો. આંબેડકરના નામે એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી અને ભીમ એપ લોન્ચ કરવામાં આવી હતી. તેમણે આંબેડકરના સન્માન અને અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ માટે ભાજપના કાર્ય અંગે જાહેર જનતા સુધી પહોંચવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભાજપના સમર્પિત કાર્યકરોએ વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતી મૂંઝવણ અને જુઠ્ઠાણાને દૂર કરવા માટે પણ કામ કરવું જોઈએ. તેમણે દરેક ઘર અને વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ, વિપક્ષના કાળા કાર્યો અને ખતરનાક યોજનાઓને જાહેર કરવી જોઈએ. દરેક વ્યક્તિએ પક્ષ સાથે જોડાયેલા રહેવું જોઈએ અને વિકસિત ભારતના નરેન્દ્ર મોદીના વિઝનને પૂર્ણ કરવા માટે કામ કરવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, વિભાગીય એકમના પ્રમુખો સાથે વાતચીત કરતી વખતે, સિંહે સંબંધિત બધી જાતિઓના યોગ્ય પ્રતિનિધિત્વ સાથે વિભાગીય સમિતિઓની રચના પર ભાર મૂક્યો હતો. અસરકારક વિભાગીય માળખા મજબૂત શક્તિ કેન્દ્રોનું નિર્માણ કરશે, જે મજબૂત બૂથ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.તેમણે જણાવ્યું હતું કે, મજબૂત બૂથનું માળખું ૨૦૨૭માં ભાજપ માટે મોટી જીત માટે ચાવીરૂપ બનશે. તેમણે વિભાગીય સમિતિમાં બધા સક્ષમ કાર્યકરોનો સમાવેશ થાય તે સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ પહેલા, ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું, જ્યારે સંજય સોનકરે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ધારાસભ્ય હંસરાજ વિશ્વકર્મા, શહેર પ્રમુખ પ્રદીપ અગ્રહરી, અશોક ચૌરસિયા, અનિલ શ્રીવાસ્તવ અને નવરતન રાઠી પણ હાજર રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts