અન્ડર-૧૯ વિશ્વકપમાં ભારતે ઝિમ્બાબ્વેને ૧૦ વિકેટે હરાવ્યું

માઉંટ માઉંગાનુ, તા.૧૯
ત્રણ વખતના ચેમ્પિયન ભારતે આઈસીસી અન્ડર-૧૯ વિશ્વકપમાં ઝિમ્બાબ્વેને દર વિકેટે હરાવી પોતાનું અપરાજીત અભિયાન જાળવી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયા અને પાપુઆ ન્યુ ગિનીને ગ્રુપ-બીમાં હરાવી ભારત પહેલાં જ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયું છે. ભારત માટે સ્પિનર રાયે ચાર જ્યારે અભિષેકે બે વિકેટ ઝડપી ઝિમ્બાબ્વેની ટીમ ૪૮.૧ ઓવરમાં ૧પ૪ રનમાં ઓલ આઉટ થઈ. એક સમયે તેનો સ્કોર ત્રણ વિકેટે ૧૧૦ રન હતો પણ બાદમાં તેણે સાત વિકેટે ૪૪ રનમાં ગુમાવી દીધી. ભારતીય ટીમે ર૧.૪ ઓવરમાં વિના વિકેટે લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું.
હાર્વિક દેસાઈએ ૭૩ બોલમાં પ૬ અને શુભમાન ગિલે પ૯ બોલમાં ૯૦ રન બનાવ્યા. કપ્તાન પૃથ્વી શોએ ઈનિંગની શરૂઆત કરી નહીં જેથી બીજા બેટસમેનોને ક્વાર્ટર ફાઈનલ પહેલા વધારે પ્રેક્ટિસ મળી શકે. બંને બેટ્‌સમેનોએ તકનો ભરપુર લાભ ઉઠાવ્યો. ગિલે પોતાની ઈનિંગમાં ૧૪ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks