અફઘાનિસ્તાનમાં આત્મઘાતી કાર વિસ્ફોટ, અત્યાર સુધી પાંચ લોકોનાં મોત

 

(એજન્સી) તા.૨૬
અફઘાનિસ્તાનના બલ્ખ પ્રોવિન્સમાં મંગળવારે વિશેષ સુરક્ષા દળના કેમ્પ પાસે એક આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ થયો જેમાં પ લોકો મૃત્યુ પામ્યા અને૩ર લોકો ઘાયલ થયા. સમાચાર મુજબ વિસ્ફોટ પછી હુમલામાં ઘાયલ લોકોને સૈન્ય અને નાગરિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર મુજબ આર્મી કૉર્પ્સના પ્રવકતા હનીફ રેજાઈએ જણાવ્યું કે, તમામ ઘાયલોને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લાવવામાં આવ્યા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોમાં સનાના બે જવાન અને ત્રણ નાગરિક છે જ્યારે ઘાયલોમાં સેનાના ૬ જવાન છે. કોઈપણ સંગઠને આ આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી નથી. રેજાઈએ જણાવ્યું કેસની તપાસ શરૂ થઈ ગઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks