અબુ ઝૈદ બલ્ખી (૮૪૯-૯૩૪)

પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ શેખ

અબુ ઝૈદ અહમદ બિન સહલ બલ્ખી પોતાના સમયના મહાન વિદ્વાન, ગણિત શાસ્ત્રી, તબીબ, મનોવિજ્ઞાની, ફિલસૂફ અને ભૂગોળશાસ્ત્રી હતા.
જીવન અને શિક્ષણ : અબુ ઝૈદ અહમદનો જન્મ ઈરાનના બલ્ખ પાસે આવેલ સામેસ્તિયન ગામમાં ૮૪૯માં થયો હતો અને ઓક્ટોબર ૯૩૪માં ત્યાંજ અવસાન થયું હતું.
અબુ ઝૈદ અહમદના પિતા-સહલ બલ્ખી-સજીસ્તાનમાં શાળામાં શિક્ષક હતા. અબુ ઝૈદે મક્કા જતા યાત્રીઓ સાથે જવા માટે યુવાન વયે ઘર છોડી દીધું હતું. તેઓ આઠ વર્ષ ઈરાકમાં રહ્યાં અને ત્યાં વિવિધ વિષયોનું જ્ઞાન મેળવ્યું. એમણે પ્રસિદ્ધ ફિલસૂફ અલ કિન્દી પાસેથી ફિલસૂફીનું જ્ઞાન મેળવ્યું. ગ્રીક વિદ્યાઓ, તબીબી શાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનનું પણ અધ્યયન કર્યું.ખગોળ શાસ્ત્રમાં પણ એમને રસ હતો. ફિલસુફી અને ઇસ્લામી જ્ઞાન બંને એકસાથે મેળવવું બહુ મોટી બાત ગણાતી હતી ત્યારે અબુ ઝૈદે બંને વિષયોમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. એમણે કુર્આન અને કલામ (ફિલસુફી)નો અભ્યાસ કર્યો. અમીર એહમદ બિન સહલ બિન હાશિમ ૯૧૮માં બલ્ખમાં આવ્યો ત્યારે અબુ ઝૈદને વઝીર બનાવવાનું નક્કી કર્યું પરંતુ એમણે આ હોદ્દો સ્વીકારવાનો ઇન્કાર કર્યો અને માત્ર એક સચિવ તરીકે એકાદ વર્ષ કામ કર્યું. આ નોકરીની આવકમાંથી એમણે પોતાના વતનમાં એક સ્થાવર મિલકત ખરીદી હતી, જીવનના અંત સુધી તેઓ ત્યાં જ રહ્યા.
કાર્ય અને પ્રદાન :- ઈબ્ન અલ નદીમે ‘ફેહરિસ્ત’માં અબુ ઝૈદના ૪૩ અને યાકુત હમવીએ ૫૬ ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે. દુર્ભાગ્યે મોટાભાગના ગ્રંથો નાશ પામ્યા છે. એક ધાર્મિક ગ્રંથ ‘નઝમ અલ કુર્આન’ અસ્તિત્વમાં છે.
‘મસાલિહ અલ અબ્દાન વલ અન્ફૂસ’ (જીેજીંહટ્ઠહષ્ઠી ર્કિ ર્મ્ઙ્ઘૈીજ ટ્ઠહઙ્ઘ ર્જીેઙ્મજ-શરીર અને આત્માનું પોષણ) અબુ ઝૈદની સૌથી પ્રસિદ્ધ અને મહત્ત્વની કૃતિ ગણાય છે. જેમાં એમણે પહેલાં શરીરની તંદુરસ્તી અને પછી આત્માની તૃપ્તિ માટેનું વર્ણન કર્યું છે. આધુનિક યુગમાં મનોવિજ્ઞાન ક્ષેત્રે આ કૃતિએ ખૂબ રસ જગાવ્યો છે. આઠ પ્રકરણોમાં આત્મા (જીીઙ્મક -સ્વયં) કે ‘ખુદી’ વિષે વર્ણન છે.
આજના આધુનિક યુગમાં સુવિધાઓ વધવાની સાથે માનવજાતની માનસિક બીમારીઓમાં પણ વધારો થયો છે. મોટા ભાગના લોકો આવી બીમારીનો ઇલાજ કરાવવા માટે માનસ શાસ્ત્રીઓ પાસે જતા પણ અચકાય છે. પશ્ચિમી જગતમાં તબીબો મોટાભાગની બીમારીઓનો ઇલાજ કરતા પહેલા દર્દીને માનસ શાસ્ત્રીને બતાવવાનું કહે છે. લગભગ અગિયારસો વર્ષ પહેલાં અબુ ઝૈદ બલ્ખીએ માનસિક સ્વાસ્થ્ય કેળવવા પર ભાર મૂક્યો હતો. આ ગ્રંથને કદાચ સૌપ્રથમ ‘સેલ્ફ હેલ્પ’ પુસ્તક કહી શકાય.
ખૂબ જ સરળ ભાષામાં લખાયેલ આ ગ્રંથમાં અબુ ઝૈદ લખે છે-જેને આજના માનસ શાસ્ત્રીઓ પણ સ્વીકારે છે- “જ્યારે શરીર માંદુ પડે છે. ત્યારે એ શીખવા અને બીજી બૌદ્ધિક પ્રવુત્તિઓ કરતા રોકે છે અને યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી અને જ્યારે આત્મા પીડિત થાય છે ત્યારે શરીર પોતાની પ્રાકૃતિક આનંદ મેળવવાની વૃત્તિ ગુમાવે છે અને જીવન ખલેલભર્યું અને તાણભર્યું બની જાય છે.” વધુ તેઓ લખે છે કે, “માનસિક પીડા શારીરિક બીમારી તરફ દોરી જાય છે.”
દ્ગીેર્િજૈજ (મજ્જાતંતુમાં વિકૃતિ કે માનસિક અસ્વવસ્થતા) અને ઁજઅષ્ઠર્રજૈજ (આખા અસ્તિત્વ પર અસર કરનાર માનસિક વ્યાધિ) વચ્ચે ભેદ પાડનાર અબુ ઝૈદ સૌ પ્રથમ માનસ શાસ્ત્રી હતા. એમણે જ દ્ગીેર્િૈંષ્ઠ (માનસિક) બીમારીઓને વર્ગીકૃત કરી હતી. ર્ઝ્રખ્તહૈૈંદૃી ્‌રીટ્ઠિઅ (સભાન બૌદ્ધિક પ્રવુત્તિઓ જેમકે વિચારવું, તર્ક અને સ્મરણ)ના ર્ૈઁહીીિ ગણાય છે. એમણે માનસિક સ્વાસ્થ્યને ચાર ભાવનાત્મક બીમારીઓમાં વર્ગીકૃત કરી હતી : ભય અને ચિંતા; ગુસ્સો અને શત્રુતાભર્યું વર્તન; ખિન્નતા અને ઉદાસી; તથા વળગણ. એમણે લખ્યું છે કે, તંદુરસ્ત માણસે મનમાં હમેશા હકારાત્મક વિચારો અને લાગણીઓ રાખવા જોઈએ. સ્વસ્થ રહેવા માટે મન અને તન વચ્ચે હમેશા સંતુલન જાળવવું જોઈએ, જો સંતુલન ખોરવાય તો બીમારી આવે છે. અબુ ઝૈદે ‘અલ ઇલાજ બી અલ દીદ (અરસ પરસ નિગ્રહ-અરસ પરસ વિચાર ક્રિયાનો ભાવનાત્મક પ્રતિકાર)ની વિભાવના રજૂ કરી હતી, જેને મઠારીને એક હજાર વર્ષ પછી જોસેફ વોલ્પએ પુનઃરજૂ કરી.
ઇસ્લામી મનોવિજ્ઞાનમાં માનસિક સ્વાસ્થ્ય અને ‘માનસિક પવિત્રતા’ની સંકલ્પના અબુ ઝૈદ બલ્ખીએ શરૂ કરી હતી જે મોટાભાગે આધ્યાત્મિક સ્વાસ્થ્ય સાથે સાંકળવામાં આવે છે. ‘મસાલિહ અલ અબ્દાન વલ અન્ફૂસ’માં એમણે સૌપ્રથમ વખત શરીર અને આત્મા બંનેને લગતા રોગો વિષે સફળતાપૂર્વક ચર્ચા કરી હતી.
આમ, અબુ ઝૈદબલ્ખી પોતાની વિચાર સરણીમાં એક હજાર વર્ષ આગળ હતા.
અબુ ઝૈદે એક રાજકીય ગ્રંથ ‘નસીહત અલ મુલ્ક’ પણ લખ્યું હતું.
એક પ્રબંધ ‘કિતાબ મા ઉઘલીક મીન ગરીબ અલ કુર્આન’- નામથી સમજાય છે એમ-કુર્આન સંબંધિત લખ્યું હતું.
એમણે ભૂગોળમાં ‘સુઆર અલ અક્લીમ’ (હ્લૈખ્તેિીજર્ ક ંરી ઝ્રઙ્મૈદ્બટ્ઠીંજર્ હ ઇીર્ખ્તૈહજ) લખ્યું હતું, જેમાં ભૌગોલિક નકશા આપવામાં આવ્યા છે. આ રીતે એમણે ભૌમિતિક નકશાઓની ‘બલ્ખી શાળા’ની સ્થાપના કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts