કૌસરબી, તેના પતિ સોહરાબુદ્દીન અને તેમના સાથી તુલસીરામ પ્રજાપતિની એન્કાઉન્ટરમાં હત્યા માટે અમિત શાહને ‘ક્લિન ચિટ’ આપીને સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે શા માટે સીબીઆઇએ આ ટ્રિપલ હત્યા કેસમાં ભાજપના પ્રમુખને મુક્ત કરવા વિરૂદ્ધ અપીલ કરી ન હતી
સુપ્રીમ કોર્ટમાં એક નાગરિક દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં બોમ્બે હાઈકોર્ટના એ નિર્ણય સામે પડકાર હતો કે તેઓએ હત્યા કેસમાં કૌસરબી, તેના પતિ સોહરાબુદ્દીન અને તેમના સાથી તુલસીરામ પ્રજાપતિની એન્કાઉન્ટરમાં હત્યા માટે અમિત શાહને મુક્ત કર્યા છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓએ પણ અમિત શાહને ક્લિન ચિટ આપી છે અને તેમની એ ટિપ્પણી કે શા માટે સીબીઆઇએ આ ટ્રીપલ હત્યા કેસમાં ભાજપના પ્રમુખને મુક્ત કરવા વિરૂદ્ધ અપીલ કરી ન હતી એ ગંભીર ચિંતાનું કારણ છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર વિચારણા કરવાનો ઇન્કાર કરતાં ભારતીય જનતા પક્ષના પ્રમુખને ‘ક્લિનચિટ’ આપી હતી. એક દર્શક તરીકે મેં નોંધ્યું છે કે આ આરજી નકારી દેવામાં આવ્યા બાદ ગુજરાતના મુખ્ચપ્રધાન આનંદીબહેન પટેલે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. શાસક પક્ષ માટે અમિત શાહનું ભલે મહત્ત્વ હોય કે ભાજપ માટે તેમનું મહત્ત્વ હોય પણ સુપ્રીમ કોર્ટમાં તે બાબતનું શું મહત્ત્વ છે ?
આ “ક્લિનચિટ” આપવા સાથે ન્યાયશાસ્ત્ર એ કહેવા ઈચ્છે છે કે તેના માટે કાયદાની કોઈ પ્રક્રિયા જરૂરી નથી અને આરોપીઓ સામે કરવામાં આવેલા આરોપોના સત્યની ખાતરી કરવા માટે કોઈ ટ્રાયલ જરૂરી નથી. આવું સૌપ્રથમ ત્યારે પ્રકાશમાં આવ્યું હતું કે જ્યારે ૨૦૦૨માં ગુજરાતના રમખાણો માટેના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ખાસ તપાસ ટીમ કે એસઆઇટીએ જણાવ્યું હતું કે આ રમખાણોમાં તેઓને કોઈ “મોટું ષડયંત્ર” હોવાનું જણાતું નથી અને આ રીતે તેઓએ નરેન્દ્ર મોદીને “ક્લિન ચિટ” આપવામાં આવી હતી જે રમખાણો વખતે ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને તેઓ માટે આ ક્લિનચિટ અત્યંત જરૂરી હતી. તેમની સામે પણ કોઈ ટ્રાયલ ચલાવવામાં આવી ન હતી, માત્ર એક તપાસનીસ ટીમના અહેવાલ પરથી આ જાહેર કરવામાં આવ્યું હતું. તેમની સામે પણ કોઈ આરોપો ઘડવામાં આવ્યા ન હતા અને હવે સુપ્રીમ કોર્ટ અમિત શાહને આ રીતે “ક્લિનચિટ” આપીને ન્યાયશાસ્ત્રનું એક વર્તુળ પૂરૂં કરે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અમિત શાહ પર કેસ ચલાવવાનો ઇન્કાર કર્યો છે. હર્ષ મંદરે એ દલીલ કરી છે કે સીબીઆઇ સોહરાબુદ્દીન-કૌસરબી-તુલસીરામ પ્રજાપતિ હત્યા કેસમાં અમિત શાહની મુક્તિ સામે અપીલ કરવામાં નિષ્ફળ ગઈ છે. હતી. સોહરાબુદ્દીનના ભાઈએ સેશન્સ કોર્ટમાં અમિત શાહની મુક્તિ સામે એક અરજી કરી હતી અને તેણે પાછળથી આ કેસ પાછો ખેંચી લીધો હતો. અમિત શાહને મુક્તિ આપવામાં આવી એ પણ એક આશ્ચર્યજનક રીતે. ત્રણ જજ પૈકી એક જજની બદલી કરવામાં આવી હતી અને એકનું અવસાન થયું હતું. ત્રીજા જજ આવ્યા હતા તેઓએ આ કેસનો ચાર્જ લીધાના થોડા દિવસની અંદર પોતાનો આ નિર્ણય આપ્યો હતો. બોમ્બે હાઈકોર્ટમાં અમિત શાહની મુક્તિને પડકારતી અરજી રદ કરતાં તેમના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ અરજી જાહેર હિત માટે કરવામાં આવી હતી.
હર્ષ મંદરની આ અરજીમાં ટ્રિપલ હત્યા કેસમાં અમિત શાહની મુક્તિના પૂછપરછ માટે કરવામાં આવી હતી, જે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી અને મુખ્યત્વે એ આધાર પર કે અરજદાર પોતે કોઈ રીતે એક “અસરગ્રસ્ત વ્યક્તિ” નથી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી અમિત શાહની મુક્તિ સામે કોઈપણ પ્રશ્નો કરવા માટે તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે.
ક્રિમિનલ કાયદા મુજબ કોઈને પણ ક્લિનચિટ આપતા પહેલા કે નિર્દોષ છૂટકારો કરતાં પહેલા તેના પર કેસ ચલાવવામાં આવે છે અને ફોજદારી કાયદાની પ્રક્રિયા મુજબ કેસની તપાસ કરવામાં આવે છે અને આ પૂર્ણ થઈ જાય પછી નિર્દોષ છૂટકારો અથવા તો સજા આપવામાં આવે છે.
એ વાત સાચી છે કે આરોપીની વિનંતીથી આ નકારી શકાય છે, પરંતુ આ કિસ્સામાં, અમિત શાહે તેમની સામે કેસ રદ કરવા માટે અપીલ કરી ન હતી. કદાચ ટ્રિપલ હત્યા કેસમાં કોઈ રદ હોઈ શકે નહીં. છે. માટે મુક્તિ મેળવવાનો અન્ય માર્ગ એ હતો કે કેસની તમામ ટ્રાયલ પૂરી કરવામાં આવે. પણ કોઈપણ પુરાવા કે રેકોર્ડ વગર સેશન્સ જજ એવા તારણ પર આવે તેનો અર્થ એ થાય કે શરૂઆતથી જ આ બધા આરોપ માટે તેમની સામે કોઈ કેસ જ ન હતો.
તેઓને જાણ હોવી જ જોઈએ કે સઘન તપાસ કર્યા પછી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને પુરાવા માટે અમિત શાહની પોલીસ અધિકારીઓ કે જેઓ ગુજરાતના આતંકવાદી વિરોધી સ્કવોડ “એન્કાઉન્ટર ટીમ’’ના સભ્યો હતા તેમની સાથે ફોન પર વાતચીત રેકોર્ડ પર હતી. જો કે એ સમયે દરેક આતંકવાદી જે ગુજરાતમાં આવતો હતો અને જેની ધરપકડ કરવામાં આવતી હતી કે તેનું એન્કાઉન્ટર કરવામાં આવતું હતું એ બધા કથિત રીતે માત્ર મુખ્યમંત્રીની હત્યા કરવા માટે જ આવતા હતા અને એટીએસને આવા આતંકવાદીઓની ધરપકડ કરવા કે એન્કાઉન્ટર કરવાની ફરજ સોંપવામાં આવી હતી. આ ઘટના પછી ઇશરત જહાં અને તેના અન્ય સાથીઓ પણ માર્યા ગયા હતા અને કિસ્સામાં પણ આ તારીખોમાં એ સમયે અથવા તે પહેલાં અને પછી ગૃહમંત્રી અમિત શાહ અને એટીએસના પોલીસ અધિકારીઓ વચ્ચે કરવામાં આવેલ વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી.
રૂબાબુદ્દીન (સોહરાબુદ્દીનના ભાઈ)એ એક પુનરાવર્તન અરજી દાખલ કરવા હિંમત કરી હતી જેને પાછળથી કથિત બીમાર આરોગ્યનું બહાનું આપીને પાછી ખેંચી લીધી હતી. પાછળથી તેમણે એક ટીવી ચેનલને ઇન્ટરવ્યુ આપતા જણાવ્યું હતું કે તેઓને તેમના જીવન અને તેમના કુટુંબના જીવન માટે ભય હતો. રૂબાબુદ્દીનના વકીલે જજને સીલબંધ પરબીડિયું રજૂ કર્યું હતું અને રૂબાબુદ્દીનના ભય વિશે જાણ કરી હતી અને ખરાબ આરોગ્યના તેમના નિવેદનને ધ્યાનમાં ન લેવા કહ્યું હતું.
આ તબક્કે હાઇકોર્ટના જજની ફરજ શું હતી ? તે કદાચ રૂબાબુદ્દીનને કેસ પાછો ખેંચતા રોકી ન શકે પરંતુ તેમની પાસે અન્ય વિકલ્પો પણ હતા. તેણીએ તેને અને સાક્ષીની સુરક્ષાની ખાતરી આપવાની જરૂર હતી. અને આ ત્રેવડી હત્યા કેસમાં અમિત શાહને મુક્ત કરવા માટે પરીક્ષણ કરીને ન્યાયના હિતમાં આ કેસ આગળ લઈ જવાની જરૂર હતી. પરંતુ હાઇકોર્ટના ન્યાયાધીશે આ કંઈપણ કર્યું ન હતું.
અહીં અમુક મહત્ત્વના પ્રશ્નો ઊભા થાય છે :
- સીબીઆઇ પાસે તપાસ પંચના હજારો પાનાઓના પુરાવા હતા અને એ ઉપરાંત એન્કાઉન્ટર ટીમ અને ગૃહમંત્રી વચ્ચે ફોન પર થયેલ વાતચીતના પુરાવા હોવા છતાં સીબીઆઇએ શા માટે અમિત શાહને મુક્ત કરવા સામે ફરીથી પુનરાવર્તન અરજી કરી ન હતી ?
- સોહરાબુદ્દીનની હત્યા કોણે કરી ?
- કૌસરબી, જેનો મૃતદેહ હજુ સુધી મળ્યું નથી તેની હત્યા કોણે કરી ?
- તુલસીરામ પ્રજાપતિ, જે સોહરાબુદીન અપહરણનો સાક્ષી હતો, તેની હત્યા કોણે કરી ?
આ ઘટનાના તમામ એન્કાઉન્ટર નિષ્ણાંતોને જામીન આપી દેવામાં આવ્યા છે અને ઘણા પોલીસ અધિકારીઓને તેમની ફરજ પર ફરીથી નિયુક્ત પણ કરવામાં આવ્યા છે અને અમુકને તો પ્રમોશન પણ આપવામાં આવ્યું છે.
અને શા માટે સીબીઆઇએ અમિત શાહને મુક્ત કરવા સામે કોર્ટમાં પડકાર ન આપ્યો તે પ્રશ્નનો કોઈ જવાબ મળતો નથી.
આવા સંજોગોમાં હર્ષ મંદરે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૪૮૨ હેઠળ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જે એક જાહેર હિતની અરજી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે સીબીઆઈ તેની ફરજ પૂરી કરવામાં નિષ્ફળ ગઈ છે માટે તે અમિત શાહની મુક્તિ વિરૂદ્ધ એક પુનરાવર્તન અરજી આ મુક્તિ વિશે પૂછપરછ કરવા માટે દાખલ કરી છે.
કોઈપણ ગુના માટે કમિશનની માહિતી સામાન્ય નાગરિક માંગી શકે છે અને “કોર્ટમાં હાજર થવાનો અધિકાર” વિશે આ ફોજદારી કાયદો અજ્ઞાત છે; ભલે આ અરજી કરનાર પોતે “અસરગ્રસ્ત વ્યક્તિ” નથી, તો પણ તે અરજી કરી શકે છે અને આ કેસ આ પ્રકારનો જ છે. તો પછી શા માટે હર્ષ મંદરના કેસને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો, અને કોર્ટે જણાવ્યું હતું કે તેઓને આ વિશે પડકાર કરવાનો અધિકાર નથી ? કદાચ, તેનો જવાબ એ હોય શકે છે કે હાઈકોર્ટના જજ અંતે તો રાષ્ટ્રીય સલાહકાર કાઉન્સિલના સભ્ય છે અને જજ દ્વારા કરવામાં આવેલ અવલોકનો દર્શાવે છે કે તેઓ કહે છે કે આ આદેશને પડકારતી અરજી કરવી એ એક રાજકીય હેતુ છે.
પણ હકીકત એ છે કે તેમણે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તેઓ એટલે અરજી કરી રહ્યા છે કારણ કે આ આદેશને પડકારવામાં સીબીઆઇ નિષ્ફળ ગઈ છે.
અમે અનેક રાજકારણીઓના કિસ્સાઓમાં જોઈએ છીએ કે દરેક રાજકારણીઓ એકબીજા સામે કેસ ફાઈલ કરતાં હોય છે. ઉદાહરણ તરીકે સુબ્રમણ્યમ સ્વામી નિયમિત રીતે કોર્ટમાં હાજરી આપે છે પણ તે એક વકીલ તરીકે નહીં પણ તેઓ એક અરજદાર કે વાદી તરીકે કોર્ટમાં લગભગ દરેક દિવસે જોવા મળે છે. વિખ્યાત ૨ય્ ચુકાદો તેમના ઈશારે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો અને તેમણે નેશનલ હેરાલ્ડ કેસમાં પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ કરી છે, અને આ કિસ્સામાં તે એક “અસરગ્રસ્ત વ્યક્તિ” નથી.
હાઈકોર્ટે ગમે તે કારણ માટે હર્ષની અરજીને નકારી હોય પણ સુપ્રીમ કોર્ટે આ અરજીને નકારીને વધુ ખરાબ પરિસ્થિતિ ઊભી કરી છે. કોર્ટ કદાચ એ પ્રશ્ન કરી શકે છે કે : તમે કેવી રીતે આટલા લાંબા સમય સુધી એક વ્યક્તિ પર ફોજદારી કાયદાની તલવાર રાખી શકો ? આવા કેસો કોર્ટમાં દાયકાઓ સુધી મુકદ્દમાને જીવંત રાખે છે, પણ તેમાં કોઈ તથ્ય હોતું નથી. માટે આવા કેસો બંધ કરવાની ચિંતા કોર્ટને હોવી જોઈએ. ‘.
અહીં બે મૂળભૂત પ્રશ્નો ઊભા થાય છે : - કોના સૂચનોથી સીબીઆઇએ અમિત શાહને મુક્ત કરવા સામે અપીલ ન કરવા માટે નિર્ણય લીધો હતો ?
- શું આધ્યાત્મિકતાની દૃષ્ટિએ જાહેર નાગરિકને જાહેર હિત મારફતે જાહેર સત્તાવાળાઓ તેમની ફરજનું કે પોતાની ભૂમિકાનું ભાન કરાવવાની ફરજ નથી ?
આ અરજી સીબીઆઇની નિષ્ફળતા પછી તેને તેની ફરજ બતાવવા માટે દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે આ અરજી કાઢી નાખવાની જરૂર ન હતી. પણ કાયદાની કોઈપણ વિચારણા વિશે આપણે જાણીએ જ છીએ.
કાયદો પોતાની સત્તા સાથે એક વ્યક્તિ વિરૂદ્ધ ત્યારે જ કામ કરી શકે છે જ્યારે તે વ્યક્તિ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવે તે પહેલાં તેને પોતાના પદ પરથી રાજીનામું આપવા માટે કહેવામાં આવે છે. જે વ્યક્તિ સામે કેસ થયો છે જો તે પોતાના પદ પર રહે કે ઓફિસમાં રહે તો તે સહકર્મચારીઓ, ફાઈલો, કાગળો, દસ્તાવેજો અને સાબિતીને નિયંત્રણ કરી શકે છે અને તે સક્રિય રીતે કાયદા અનુસાર સ્વતંત્ર કામ કરવા માટે કાયદાનો અમલીકરણ કરતી એજન્સીઓની ક્ષમતાને નબળી પાડે છે.
ખરેખર, તો રાજીનામું આપવા માટે કહેવું કે તેઓને સસ્પેન્ડ કરવા એ તો બહુ જ દૂરની વાત છે, પણ ગેરકાયદે આ એન્કાઉન્ટરમાં સંડોવાયેલા ઘણા પોલીસ અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યું હતું. એ જ રીતે, અમિત શાહ પણ દિવસે દિવસે મજબૂત બનતા ગયા અને અંતે તેઓ ભાજપના રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. આવા સંજોગોમાં સીબીઆઈનો શાહની મુક્તિ સામે અપીલો ન કરવાનો નિર્ણય ક્યારેય સ્વતંત્ર અને નિષ્પક્ષ હોય શકે નહીં એ સ્પષ્ટ છે.
રાજકારણીઓની વાત કરીએ તો તેઓનું નૈતિક પતન સમજી શકાય છે, પણ જ્યારે કોર્ટ પણ આવા નિર્ણય લે તો તેનું પતન સમજી શકાય તેવું નથી. આ ઘટના દ્વારા અમને એ પાઠ જાણવા મળે છે કે જ્યારે કોઈ આરોપી સરકારમાં મહત્ત્વનો હોદ્દો ધરાવતો હોય તો તે પોતાની તરફેણમાં ચુકાદો લઈ આવવા માટે પ્રયત્નો કરી શકે છે અને સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન અમિત શાહને આપવામાં આવેલ “ક્લિનચિટ” તેનું એક તાજેતરનું ઉદાહરણ છે.
તેમ છતાં, બોબ ડિલાન કહે છે કે “મારા મિત્ર, અત્યારે આ પવન ફૂંકાઇ રહ્યો છે.” જ્યારે સીબીઆઇની ફાઇલો માહિતી અધિકારના કાયદા હેઠળ જાહેરમાં ન મૂકવા માટે સુરક્ષિત કરવામાં આવી શકે છે, પણ તેઓ કાયદાનો અમલ કરવા તેના તમામ સંબંધિત કાગળોને કોર્ટમાં રજૂ કરવાની માગણી કરી શકે છે. વધુમાં અને જો માંગવામાં આવેલ માહિતી માનવ અધિકારના ઉલ્લંઘન સાથે સંબંધિત છે તો સીબીઆઇની ફાઈલો જાહેર કરવાની એક અરજી કેન્દ્રીય માહિતી પંચ (સીઆઇસી)ને કરી શકાય છે, આ કિસ્સામાં એ સ્પષ્ટ છે કે તે માનવ અધિકારના ઉલ્લંઘન સંબંધિત છે માટે આ ક્રમમાં એક અરજી કરી શકાય છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય છતાં, આ વિવાદ માટે આ છેલ્લો રસ્તો ન હોય શકે. કોઈ પણ એક જાહેર જુસ્સાદાર નાગરિક ઝ્રૈંઝ્રને અરજી કરી શકે છે અથવા તો કોર્ટમાં જઈને કેવી રીતે અને શા માટે સીબીઆઇએ અમિત શાહની મુક્તિ સામે પુનરાવર્તન અરજી ફાઇલ ન કરવાનો નિર્ણય કર્યો હતો તેને લગતી ફાઇલો જાહેર કરવાની માંગ હજુ પણ શક્ય છે.
અને જો સીબીઆઇનો આ નિર્ણય કાયદાની વિરૂદ્ધ જોવા મળે તો, સીબીઆઇને તેની ફરજ મુજબ પુનરાવર્તન અરજી ફાઇલ કરવા માટે ફરજિયાત દિશામાન કરી શકાય છે. પરંતુ શું ન્યાયાધીશો આવું કરવા માટે તૈયાર છે ? આ પ્રશ્નનો જવાબ હું મારી જાતને પણ આપી શકું તેમ નથી. આ દરમિયાન તમામ પોલીસ અધિકારીઓ આ કેસમાં ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. જો કે, આ માટે રાજકીય સંકેત અલગ જ દેખાઈ રહ્યા છે અને પોલીસ અધિકારીઓને જામીન આપી દેવા અને તેઓને ફરીથી તેમના પદ પર નિયુક્ત કરવા અને તેઓને બઢતી આપવી એ એક સ્પષ્ટ રાજકીય સંકેતો છે. ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ, પી પી પાંડે, જે ઇશરત જહાં અને અન્ય કેસમાં હત્યાના આરોપી છે, તેઓને કાયદાની એક સક્ષમ કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે અને આવું કરનાર ગુજરાત ભારતનું એક અનન્ય રાજ્ય છે.
ઇન્દિરા જયસિંહ ભારતના એડિશનલ સોલિસીટર જનરલ હતા અને તેમની આ ક્ષમતાને આધારે તેઓએ અમિત શાહના જામીન મંજૂર કરવા સામે સીબીઆઇને ભારત યુનિયન તરફથી પડકાર આપ્યો હતો અને તેમણે સોહરાબુદ્દીન કેસમાં હત્યાના આરોપી પોલીસ અધિકારીઓના જામીન માટે સીબીઆઇ વતી વિરોધ કર્યો હતો. (સૌે : ધ વાયર.ઇન)