અમેરિકાના આગામી વહીવટી તંત્રે ટ્રમ્પની ભૂલો સુધારવી જોઈએ : ઇરાનના રાષ્ટ્રપતિ

 

(એજન્સી) તહેરાન,તા.૧૦
ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે અમેરિકાના આગામી વહીવટીતંત્રે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભૂલો સુધારવાની તક ઝડપી લેવી જોઈએ. ઈરાનના રાષ્ટ્રીય સમાચાર એજન્સીના પત્રકારે જો બાઈડેન દ્વારા સત્તા હાંસલ કર્યા પછી કહ્યું હતું. રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું કે ટ્રમ્પની વિધ્વંસકારી નીતિઓને અમેરિકાના લોકોએ પણ નકાર્યા છે. અમેરિકાના આગામી વહીવટી તંત્રે ટ્રમ્પની પાછલી ભૂલો સુધારવાની તક ઝડપી લેવી જોઈએ. ઈરાન વિશ્વ સાથે રચનાત્મક સંબંધો રાખવાની તરફેણ કરે છે. બાઈડેન ઈરાન સાથે ૨૦૧૫ના વર્ષમાં કરાયેલ પરમાણુ સમજૂતી સાથે ફરી જોડવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જે સમજૂતી અમેરિકા સમેત ૬ દેશોએ ઈરાન સાથે કરી હતી જે તે વખતે બાઈડેન ઉપ રાષ્ટ્રપતિ હતા. ઈરાન અને અમેરિકા વચ્ચે ૨૦૧૮થી તંગદિલી ચાલી રહી છે જયારે ટ્રમ્પે સમજુતીમાંથી પીછેહઠ કરી હતી અને ઈરાન પર ફરીથી પ્રતિબંધો લાદ્યા હતા જેથી ઈરાનનું અર્થતંત્ર ડગમગી ગયું હતું. એના બદલાના ભાગરૂપે ઈરાન પોતે આપેલ બાહેંધરીઓમાંથી ખસી ગયું હતું. પણ હવે ઈરાનના શાસકો કે છે કે જો તહેરાનનું પણ સ્વમાન જણાવાય અમોએ લીધેલ પગલાં પાછા લઈ શકાય છે. “ઇરાની લોકોના પરાક્રમી પ્રતિકારથી સાબિત થયું કે મહત્તમ દબાણની નીતિ નિષ્ફળતા તરફ દોરી જાય છે.” રૂહાનીએ કહ્યું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks