અમેરિકામાં કોરોના વાઈરસની બિમારી વચ્ચે અમેરિકામાં વસતા મુસ્લિમ બિરાદરોએ ભારે ઉત્સાહથી ઈદ-ઉલ-અઝહા(બકરીઈદ) ઉજવણી મસ્જિદોમાં ઇદની નમાઝ અદા કરી હતી. અમેરિકામાં આજે (શુક્રવારે) વહેલી સવારે મુસ્લિમો ભેગા મળી ઈદ-ઉલ-અઝહા (બકરીઈદ) નમાઝ અદા કરી એકબીજાને ઇદ મુબારક પાઠવી હતી…પરસ્પર સંપ, સહકાર અને ભાઇચારાના સંદેશ લઇને દરવર્ષે આવતી ઈદ-ઉલ-અઝહા (બકરીઈદ)ની નમાઝ સોશિયલ ડિસ્ટન્સ સાથે મુસ્લિમ બિરાદરોએ અદા કરી હતી. બોસ્ટન, ન્યૂયોર્ક, ન્યુજર્સીમાં ઇદુલ ફિત્રની (રમઝાન )ઈદની ઉલ્લાસભેર ઉજવણી થઇ હતી. બર્લિંગ્ટન મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી ઈદની નમાઝ અદા કરતા પહેલાં મોૈલાનાએ બયાન ફરમાવ્યું હતું.