અયોધ્યામાં દલિત યુવકના મૃત્યુના મામલામાં અંતેપોલીસ જાગી, ચારની વિરૂદ્ધ કેસ દાખલ

(એજન્સી) તા.૮
પુરાકલંદર સ્ટેશન વિસ્તારના ભિખારીપુર ગામના રહેવાસી દલિત યુવક સુનિલનું હાલમાં જ થયેલા શંકાસ્પદ મૃત્યુના કેસમાં પોલીસે ચાર લોકોની વિરૂદ્ધ હત્યાનો રિપોર્ટ દાખલ કર્યો છે. આ રિપોર્ટ મૃત યુવકની પત્નીની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવ્યો છે. યુવકનો મૃતદેહ મળ્યા પછી પરિવારજનો અને સ્થાનિક લોકોએ રસ્તો જામ કરી પ્રદર્શન કર્યું અને હત્યાનો આરોપ લગાવ્યો. મંગળવારે સ્ટેશન વિસ્તારના ભીખારીપુર ગામના રહેવાસી દલિત યુવક સુનિલકુમાર (૪૦) પુત્ર સંતરામનો મૃતદેહ મોઈયા કપુરપુર ગામમાં એક ઘરની પાસે મળ્યો. મામલાની જાણ થતા કુટુંબીજનોએ કલાકો સુધી રસ્તા પર પ્રદર્શન કર્યું હતું. ઘટના સ્થળ પર પુરાકલંદર પોલીસ ઉપરાંત બે અન્ય સ્ટેશનની પોલીસ ફોર્સ બોલાવવી પડી અને ઉપ જિલ્લાધિકારી સોહાવલ અશોક સેની તેમજ સીઓ સદર સંજીવકુમારસિંહે કુટુંબીજનોને શાંત કરાવ્યા અને નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરાવી આરોપીઓની વિરૂદ્ધ કાર્યવાહી અને પીડિત પરિવારને દરેક સંભવ મદદનું આશ્વાસન આપ્યું. ત્યારબાદ બુધવારે ડોકટરોના પેનલ પાસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યો. અંતિમ સંસ્કાર પછી મૃતકની પત્ની ઉષા દેવી દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. આરોપ છે કે આ જ સ્ટેશનના તિવારી પુરવાના રહેવાસી દીનાનાથ તિવારી, તેમના પુત્ર સોમુ, રાહુલ અને પાડોશી જિલ્લા ગૌડા રહેવાસી એક અજાણી વ્યકિતએ તેમની પર લોખંડના સળિયાથી હુમલો કરી દીધો અને તેમના પતિ સુનિલની હત્યા કરી નાખી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks