અરબે ઈઝરાયેલીઓ પર કબજાવાળા વેસ્ટ બેંકમાં જવા પર પ્રતિબંધ લગાવાયો

(એજન્સી) તા.૧૩
કોરોનાના પ્રકોપને રોકવા માટે ઈઝરાયેલના કબજાવાળા વેસ્ટ બેંકમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઈઝરાયેલના સુરક્ષા મંત્રાલયે આદેશ જારી કર્યો જે અરબ ઈઝરાયેલના નાગરિકોને કબજાવાળા વેસ્ટ બેંકના એરિયા-બીમાં પ્રવેશ કરવાથી રોકે છે. એક એવો વિસ્તાર જે ઓસ્લો સમજૂતી મુજબ પેલેસ્ટીની નાગરિક નિયંત્રણ અને ઈઝરાયેલના સૈન્ય નિયંત્રણમાં છે. સમાચાર મુજબ પ્રતિબંધનો ઉદ્દેશ ઈઝરાયેલી અરબ નાગરિકોને પોતાના સંબંધીઓના લગ્નમાં સામેલ થવા માટે વેસ્ટ બેંકનો પ્રવાસ કરવાથી બચવાનો છે. કાલે જારી આદેશમાં જણાવવામાં આવ્યું છે કે તાત્કાલિક પગલાઓને રોકવા જોઈએ અને મહામારી ફેલાવવાથી બચવું જોઈએ અને આ એક મહિના સુધી જળવાઈ રહેશે. ઓક્ટોબરની શરૂઆતમાં બીજા રાષ્ટ્રીય લોકડાઉનમાં અરબ ઈઝરાયેલીઓના માત્ર સાત ટકા વાયરસથી પીડિત જોવામાં આવ્યા હતા તેમ છતાં ઈન્ફેકશનની સંખ્યામાં નાટકીય રીતે વૃદ્ધિ થઈ છે. અહીં સુધી કે સંપૂર્ણ દેશમાં પરીક્ષણ ઘટી ગયું છે. અરબ ઈમરજન્સી પંચે સોમવારે જણાવ્યું કે હાલમાં લગભગ ૩૮ ટકા કોરોના ઈન્ફેકશન હાલમાં અરબ શહેરો અને નગરોમાં છે. ૮૧૦પ સક્રિય મામલાઓની સાથે મૃત્યુના કેસની સંખ્યા ર૭૦૦ સુધી પહોંચી ગઈ, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું. જ્યારે કબજાવાળા વેસ્ટ બેંકમાં ૪૭૦૬ સક્રિય કેસ અને પ૬૯ મૃત્યુ અને ગાઝામાં ૩૦પર સક્રિય કેસ અને ૪૩ મૃત્યુ થયા છે. કેસમાં વૃદ્ધિ છતાં ઈઝરાયેલ છૂટ આપી રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks