
(એજન્સી) તા.૩૧
ઇઝરાયેલે શુક્રવારે વહેલી સવારે ઉત્તરપશ્ચિમ અલેપ્પો રાજ્યમાં એરપોર્ટ અને સંરક્ષણ ફેક્ટરીઓ પર હવાઈ હુમલા કર્યા હોવાના અહેવાલ છે. સીરિયન સરકારની નજીકના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે જણાવ્યું કે ઇઝરાયલી યુદ્ધ વિમાનોએ સફિર શહેરમાં ત્રાટક્યું હતું. સીરિયન આર્મીની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ જવાબ આપ્યો. આ હુમલા અંગે ઈઝરાયેલ કે સીરિયન સરકારે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. સીરિયન રાજ્ય સમાચાર એજન્સી SANA અનુસાર, વહેલી સવારના હુમલામાં નાગરિક અને લશ્કરી બંને જાનહાનિ થઈ હતી. એક સીરિયન લશ્કરી અધિકારીએ માહિતી આપી કે શુક્રવારે (2245GMTગુરૂવારે) સવારે લગભગ ૧.૪૫ વાગ્યે, ઇઝરાયેલે એલેપ્પોની દક્ષિણપૂર્વમાં અથરિયાની દિશામાંથી હવાઈ હુમલો કર્યો અને ઉમેર્યું કે આ હુમલામાં “નાગરિકો અને લશ્કરી કર્મચારીઓ” મૃત્યુ પામ્યા અને ઘાયલ થયા. સમાન દાવાઓ ૧૭ માર્ચે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું છે કે ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ કલામોન વિસ્તારમાં ઘણા સ્થળોને નિશાન બનાવ્યા હતા. ૨૦૧૧માં ગૃહયુદ્ધની શરૂઆતથી, ઇઝરાયેલ અલેપ્પો અને દમાસ્કસના એરપોટ્ર્સ તેમજ ઈરાની સમર્થિત સમુહોઅને સીરિયન આર્મીના લશ્કરી લક્ષ્યો પર અવારનવાર હુમલાઓ કરે છે.