આંબેડકર નગર : દલિત હોસ્પિટલ સંચાલકને નિર્વસ્ત્ર કરી માર મારવામાં આવ્યો

 

(એજન્સી) તા.૩
પોલીસે રાજેસુલતાનપુરના દેઓરિયા બજારમાં એક દલિત યુવક (જે હોસ્પિટલ સંચાલક છે) સાથે મારપીટ, લૂંટ અને અમાનવીય વર્તન કરવાના મામલે બે આરોપીઓ સામે કેસ નોંધ્યો છે. અંકિત પાંડે અને રાજા સિંહ વિરૂદ્ધ લૂંટ, હુમલો, ધમકી અને SC/ST (અત્યાચાર નિવારણ) એક્ટ સહિતની આઠ ગંભીર કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. આ કેસની તપાસ અલાપુરના સર્કલ ઓફિસરને સોંપવામાં આવી છે. માલિપુરના બરિયારપુરના રહેવાસી અને હોસ્પિટલ સંચાલક સિદ્ધાંત કુમારે ગુરુવારે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ૧ ઓક્ટોબરના રોજ બપોરે લગભગ ૧ વાગ્યે અંકિત પાંડેએ તેમને ફોન કરીને તેંદુઆઈકાલા અંડરપાસ પર બોલાવ્યા હતા. ત્યાં પહોંચ્યા પછી, અંકિત તેમને પોતાની કારમાં લઈ ગયો અને પોતાની કાર ઘરે લઈ જઈને રાજા સિંહને સોંપી દીધી. સિદ્ધાંતના જણાવ્યા અનુસાર, ઘરે પહોંચ્યા પછી બંને વ્યક્તિઓએ તેમને બંધક બનાવી લીધા હતા. આરોપ છે કે તેમને નિર્વસ્ત્ર કરવામાં આવ્યા, બેલ્ટથી માર મારવામાં આવ્યો અને જાતિસૂચક ગાળો આપવામાં આવી. આરોપીઓએ તેમનો મોબાઈલ ફોન પણ બળજબરીથી છીનવી લીધો હતો. પીડિતે એવો પણ આરોપ લગાવ્યો છે કે કારમાં રાખેલા લગભગ ૫૦,૦૦૦ રૂપિયા અને કાર પણ લઈ લેવામાં આવ્યા હતા. તેમની પાસે થૂંક ચાટાવવાનો પણ આરોપ છે. અલાપુરના સર્કલ ઓફિસર જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે હ્લૈંઇ નોંધવામાં આવી છે અને મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં સામે આવતી હકીકતો અને પુરાવાઓના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks