મેનપુરીમાં દલિત મહિલાના પ્લોટ પર ગેરકાયદેસર કબજો : પ્રભાવશાળી લોકો સામે આક્ષેપો, ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં; પોલીસ અધિક્ષક પાસે મદદની ગુહાર

 

 

(એજન્સી) તા.ર
મેનપુરીના બેવાર (મ્ીુટ્ઠિ) વિસ્તારની એક દલિત મહિલાએ પોલીસ અધિક્ષક (SP) પાસે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે તેમના પ્લોટ પર બળજબરીથી કબજો કરી ત્યાં બાંધકામ કરવામાં આવ્યું છે. મહિલાનું કહેવું છે કે વારંવાર ફરિયાદ કરવા છતાં તેમની વાત સાંભળવામાં આવી નથી. હવે તેમણે પોતાના પરિવારની સુરક્ષા માટે પણ સત્તાવાળાઓને અપીલ કરી છે. બેવારના ઇટાવા રોડના રહેવાસી રાજેન્દ્ર કુમારના પત્ની મીના દેવીએ પોલીસ અધિક્ષકને ફરિયાદ આપીને જણાવ્યું હતું કે તેઓ એક પ્લોટના માલિક છે. તેમણે આક્ષેપ કર્યો છે કે રજનીશ મિશ્રા, તેમના પત્ની બીમા, અનુભવ દુબે અને વૈભવ મિશ્રાએ પ્લોટ પર બળજબરીથી કબજો જમાવ્યો અને ત્યાં બાંધકામ શરૂ કર્યું. મહિલાના જણાવ્યા અનુસાર, તેમણે બેવાર પોલીસ સ્ટેશનમાં ઘણી વખત ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પીડિત રાજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ત્યારબાદ તેમણે પોલીસ અધિક્ષક સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. કોઈ રાહત ન મળતાં, તેમણે કેબિનેટ મંત્રી જયવીર સિંહને અરજી કરી હતી. મહિલાના કહેવા મુજબ, મંત્રીએ કાર્યવાહી કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખ્યો હતો, પરંતુ આ બાબતે કોઈ સુનાવણી થઈ ન હતી. મહિલાએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેમને એવું કહીને પાછા મોકલી દેવામાં આવ્યા હતા કે આ મામલો ભોગાંવ વિધાનસભા મતવિસ્તારનો છે. મીના દેવીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે રાજકીય દબાણને કારણે અધિકારીઓ અને પોલીસને તેમના પ્લોટ અંગે કાર્યવાહી ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમને કહેવામાં આવ્યું હતું કે કબજો કરનારાઓ ધારાસભ્ય (સ્ન્છ)ના સંબંધીઓ છે અને તેમની સામે કોઈ કાર્યવાહી ન થવી જોઈએ. પતિ રાજેન્દ્ર સિંહે પોતાની આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તેમની પાંચ પુત્રીઓ લગ્નલાયક ઉંમરની છે. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે, પ્લોટ પરના કબજાએ પરિવારની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. એવો આક્ષેપ છે કે કબજો કરનારાઓ પ્રભાવશાળી અને ચાલાક છે, જેના કારણે પરિવાર ભયભીત છે. પીડિત રાજેન્દ્ર સિંહે આક્ષેપ કર્યો છે કે તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અને જાતિસૂચક અપશબ્દો કહેવામાં આવ્યા છે. પીડિતે માંગ કરી છે કે સત્તાવાળાઓ પ્લોટને કબજામાંથી મુક્ત કરાવે અને તેમના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks