સેન્ચુરિયન,તા. ૧૭
દ.આફ્રિકાને વન-ડે સીરીઝમાં કારમો પરાજય આપ્યા બાદ ટીમ ઈન્ડિયા ઉત્સાહથી ભરેલી છે. હવે તેની નજર રવિવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચોની ટવેન્ટી-ર૦ સીરીઝ પર છે ટીમનો પ્રયાસ પોતાના વિજયી અભિયાનને જાળવી રાખવાનો હશે. આ સીરીઝમાં સુરેશ રૈના પર બધાની નજર રહેશે. જે એક વર્ષ બાદ રાષ્ટ્રીય ટીમમાં પુનરામગન કરી રહ્યો છે મેચ ભારતીય સમય અનુસાર સાંજે ૬ વાગે રમાશે. કરોડો ભારતીય પ્રશંસકોની નજર અલગ જ કારણસર આ સીરીઝ પર છે જો ભારત ૩-૦થી ટવેન્ટી-ર૦ સીરીઝ જીતી જશે તો તે ત્રણેય ફોર્મેટમાં નંબર વન બનવાની નજીક પહોંચી જશે. સેન્ચુરિયન ખાતે રમાયેલી છઠ્ઠી અને અંતિમ વનડે મેચમાં પણ ભારતે યજમાન દક્ષિણ આફ્રિકા પર જીત મેળવીને વનડે શ્રેણી ૫-૧થી જીતી લેવામાં સફળતા મેળવી છે. આની સાથે ભારતે ઇતિહાસ સર્જયો છે. ભારતીય ટીમ આફ્રિકામાં ૨૫ વર્ષ બાદ ઇતિહાસ રચી શકી છે. યજમાન દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ બેટિંગ કરતા ૪૬.૫ ઓવરમાં ૨૦૪ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જવાબમાં ભારતે માત્ર બે વિકેટ ગુમાવીને આ રન કરી લીધા હતા. ભારતે ૩૨.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવીને આ રન કરી લીધા હતા.કેપ્ટન વિરાટ કોહલીએ વનડે કેરિયરની ૩૫મી વનડે સદી કરી હતી. તે ૧૨૯ રને અણનમ રહ્યો હતો. વિરાટે ૯૬ બોલમાં ૧૯ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી આ રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા બાદ ભારત એવુ બીજુ દેશ છે જે દક્ષિણ આફ્રિકાને આટલી ખરાબ રીતે હાર આપી છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ વર્ષ ૨૦૦૧-૦૨માં આફ્રિકા પર ૫-૧થી જીત મેળવી હતી.