
૧૯૮૪, ૧૯૮૮, ૧૯૯૦-૯૧, ૧૯૯પ, ર૦૧૦, ર૦૧૬, ર૦૧૮, ર૦ર૩, ર૦રપમાં ટીમ ઈન્ડિયા એશિયાકપમાં ચેમ્પિયન બની
દુબઈ,તા.ર૮
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચ જેવી હોવી જોઈએ બરાબર એવું જ એશિયાકપ ર૦રપની ફાઈનલમાંથી દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ રવિવારે રમાયેલી આ રોમાંચક હાઈવોલ્ટેજ ફાઈનલમાં અંતે ભારતે પાંચ વિકેટે બાજી મારી અને ટાઈટલ પોતાના નામે કરી લીધુ એશિયાકપ ર૦રપની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવતા નવમી વખત ટાઈટલ પોતાના નામે કર્યું છે. પાકિસ્તાને ૧૪૬ રન બનાવ્યા જયારે ભારતે તિલક વર્મા (પ૩ બોલ, ૩ ચોગ્ગા, ચાર સિકસર, અણનમ ૬૯ રન) અને શિવમ દુબે (રર બોલ, ર ચોગ્ગા, ર સિકસર ૩૩ રન)ની જબરદસ્ત બેટિંગની મદદથી લક્ષ્યાંક બે બોલ બાકી રહેતા પ્રાપ્ત કરી શાનદાર વિજય મેળવ્યો ટુર્નામેન્ટમાં ફકત એક બોલ રમનાર રિકુસિંહ (અણનમ) બે ચોગ્ગા ફટકારી મેચ ફિનિશ કરી ૧૮મી ઓવર હારિશ રઉફ ૧૩ રન આપ્યા તો મેચ ફરીથી રોમાંચક બની ગઈ. આ ઓવર ટર્નિંગ પોઈન્ટ પણ સાબિત થઈ. ભારતને હવે અંતિમ બે ઓવરમાં વિજય માટે ૧૭ રનની જરૂર હતી. ૧૯મી ઓવર શિવમ દુબેની વિકેટ પડી અને ૭ રન બચ્યા આ રીતે ભારતને વિજય માટે અંતિમ ઓવરમાં ૧૦ રનની જરૂર હતી જેને તિલક વર્મા એ પ્રથમ બોલ બે રન, બીજા બોલે સિકસર, ત્રીજા બોલ એક રન લઈ સ્કોર બરાબર કરી દીધા અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે એશિયાકપમાં સતત પાકિસ્તાનને ત્રીજીવાર શરમજનક પરાજયનો સામનો કરવા લાચાર કરી દીધું છે. ૧૪૭ રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત આશા મુજબ ન હતી. ટુર્નામેન્ટમાં રનોનો વરસાદ કરનાર ઓપનર અભિષેક શર્મા ફકત પાંચ રન જ બનાવી શકયો ત્યારબાદ કપ્તાન સુર્યકુમાર યાદવ ફરી ફલોપ ગયો તે ફકત એક રન બનાવી પેવેલિયન પરત ફર્યો જયારે શુભમન ગિલ (૧ર) ફહીમ અશરફનો શિકાર બન્યો ચાર ઓવરમાં ર૦ રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ભારત મુશ્કેલીમાં લાગી રહ્યું હતું. પણ ત્યાર બાદ સેમસન અને તિલક વર્માએ મોરચો સંભાળ્યો અને ૮.૧ ઓવરમાં અર્ધસદી પૂરી કરી જો કે સંજુ સેમસન જીવનદાનનો ફાયદો ઉઠાવી શકયો નહી અને ર૧ બોલમાં ર૪ રન બનાવી અબરારની બોલિંગમાં આઉટ થતા ત્યાર બાદ શિવમ દુબે અને તિલક વર્માની જોડી ટીમ ઈન્ડિયાને વિજયની નજીક લઈ ગઈ શિવમ દુબેએ રર