આણંદમાં અમિત ચાવડા, દાહોદમાં પ્રભાબેન તાવિયાડ સહિતનાઓના નામ ચર્ચામાં : લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના વધુ સાત ઉમેદવારો લગભગ ફાઈનલ !

મોટાભાગના ઉમેદવારોને ફોન પર પ્રચાર શરૂ કરવા કહેવાયું : ગમે ત્યારે જાહેરાત

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૦
લોકસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગી પર આખરી મહોર મારવાની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપે અત્યારસુધીમાં ૨૨ ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે ૭ ઉમેદવાર જાહેર કર્યા છે તેમજ આમ આદમી પાર્ટીએ બે ઉમેદવાર જાહેર કર્યા છે. આજે કોંગ્રેસ ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી શકે છે. ત્યારે ગુજરાતની ૭ બેઠક પર કોંગ્રેસના ૭ ઉમેદવાર નક્કી હોય એવું રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. દાહોદમાં પ્રભાબેન તાવિયાડ, ખેડામાં કાળુસિંહ ડાભી, પાટણમાં ચંદનજીનું નામ નક્કી મનાઈ રહ્યું છે.
કોંગ્રેસના લોકસભાના ઉમેદવારોમાં કેટલાક નામ લગભગ ફાઈનલ મનાઈ રહ્યા છે. જેમાં છોટાઉદેપુર પર સુખરામ રાઠવા તથા સાબરકાંઠામાં તુષાર ચૌધરી, દાહોદમાં પ્રભાબેન તાવિયાડ તો આણંદમાં અમિત ચાવડા તથા ખેડામાં કાળુસિંહ ડાભી, પાટણમાં ચંદનજી ઠાકોર અને પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ લગભગ ફાઈનલ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
આ પૈકીના કેટલાક ઉમેદવારોને તો હાઈકમાન્ડ તરફથી ફોન ઉપર પ્રચાર શરૂ કરી દેવાની સૂચના પણ આપી દેવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાતેય સંભવિત ઉમેદવારોને ફોન કરી પ્રચારકામમાં લાગી જવા હાઈકમાન્ડે સૂચના આપી હોવાનું સૂત્રો કહે છે. ગુજરાતની અન્ય બેઠકો માટે કોંગ્રેસ હવે બીજી યાદી જાહેર કરી શકે છે. અગાઉ ગુજરાતની ૭ બેઠક પર કોંગ્રેસે ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતા. ૭ બેઠક પૈકી અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવા ઇનકાર કર્યો છે.
ગુજરાતમાં ૈં.દ્ગ.ડ્ઢ.ૈં.છ. ગઠબંધન અને ભાજપ વચ્ચે લોકસભામાં ચૂંટણીજંગ જામશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (છછઁ) વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે, જેમાં ગુજરાતની ૨૪ બેઠક પર કોંગ્રેસ અને બે બેઠક ભરૂચ અને ભાવનગર પર છછઁ લડશે. જેમાં ભરૂચ બેઠક પર છછઁના ઉમેદવાર ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણા ભાજપ સામે ચૂંટણી લડશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks