આરએસએસને આતંકી સંગઠન જાહેર કરવાનો વિરોધ કરશે અમેરિકા

(એજન્સી) ન્યુયોર્ક,તા.રપ
અમેરિકા, ભારતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને વિદેશી આતંકવાદી જાહેર કરવાનો વિરોધ કરશે. અમેરિકાની સરકારે આ સંબંધમાં દેશની એક અદાલતમાં જણાવ્યું કે, તે આરએસએસને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરવા માટે દાખલ કેસને રદ કરવા માટે અરજી દાખલ કરવા ઈચ્છે છે અને તેના માટે તેને ૧૪ એપ્રિલ સુધીનો સમય જોઈએ. આરએસએસને વિદેશ આતંકવાદી સંગઠન જાહેર કરવા માટે અદાલતમાં આ કેસ અમેરિકામાં અધિકારોની લડાઈ લડનારા સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે)ના વકીલ ગુરપતવંત એસ પન્નુરનો આરોપ છે કે, આરએસએસ ફાસીવાદી વિચારધારામાં વિશ્વાસ ધરાવે છે અને તેનું જ અનુસરણ કરે છે અને ભારતને સમાન ધર્મ તથા સાંસ્કૃતિક ઓળખવાળા હિન્દુ રાષ્ટ્રરૂપે પરિવર્તિત કરવા માટે હિંસક અને અનૈતિક અભિયાન ચલાવી રહ્યું છે. તેના જવાબમાં અમેરિકન સરકાર તરફથી એટર્ની પ્રીત ભરારાએ ન્યુયોર્કની સાઉર્ધન ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ લોરા ટેલર સ્વાન સમક્ષ મંગળવારે દાખલ આવેદનમાં જણાવ્યું કે, સરકારને પોતાની અરજીને અંતિમ સ્વરૂપ આપવા અને તેના સમર્થનમાં દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવા માટે વધુ સમયની આવશ્યકતા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts