ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

 

કોલંબો, તા.૫
શ્રીલંકાના પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ફટકો લાગ્યો છે. જાણકારી મુજબ, ઈંગ્લેન્ડનો સ્પિન ઓલરાઉન્ડર મોઇન અલી કોરોના પોઝિટિવ આવ્યો છે. મોઈન અલી ગઈકાલે જ ટીમ સાથે શ્રીલંકા પહોંચ્યો હતો. આ પ્રવાસ પર ઈંગ્લેન્ડ બે મેચની ટેસ્ટ સીરિઝ રમવાનું છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ખુદ આ જાણકારી આપી છે. મોઈન અલીએ ૬૦ ટેસ્ટમાં ૨૭૮૨ રન રનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે ૫ સદી અને ૧૪ અડધી સદી ફટકારી છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૧૫૫ રન નોટ આઉટ છે. જ્યારે ૧૦૬ વન ડેમાં ૧૭૯૦ રન નોંધાવ્યા છે. વન ડેમાં તેણે ૩ સદી અને ૪ અડધી સદી લગાવી છે. ૩૪ ટી૨૦માં તેણે ૩૯૨ રન બનાવ્યા છે. ટી૨૦માં તેનો સર્વોચ્ચ સ્કોર ૭૨ રન છે. મોઈન અલીએ ૬૦ ટેસ્ટમાં ૨૭૮૨ રન રનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે ૫ સદી અને ૧૪ અડધી સદી ફટકારી છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૧૫૫ રન નોટ આઉટ છે. જ્યારે ૧૦૬ વન ડેમાં ૧૭૯૦ રન નોંધાવ્યા છે. વન ડેમાં તેણે ૩ સદી અને ૪ અડધી સદી લગાવી છે. ૩૪ ટી૨૦માં તેણે ૩૯૨ રન બનાવ્યા છે. ટી૨૦માં તેનો સર્વોચ્ચ સ્કોર ૭૨ રન છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks