ઇઝરાયેલના પેલેસ્ટીનીઓ પરના નરસંહાર યુદ્ધ દરમિયાન ગાઝામાં મૃત્યુઆંક ૫૬,૦૦૦ની નજીક પહોંચ્યો

(એજન્સી)                              તા.૨૩
આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે ઓક્ટોબર ૨૦૨૩થી ઇઝરાયેલના નરસંહાર યુદ્ધમાં ૫૫,૯૫૯ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે. મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૫૧ મૃતદેહોને હોસ્પિટલોમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે ૧૦૪ લોકો ઘાયલ થયા હતા, જેનાથી ઇઝરાયેલના હુમલામાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૧,૩૧,૨૪૨ થઈ ગઈ છે. ઘણા પીડિત લોકો હજુ પણ કાટમાળ હેઠળ અને રસ્તાઓ પર ફસાયેલા છે કારણ કે બચાવ ટીમો તેમના સુધી પહોંચવામાં અસમર્થ છે. ઇઝરાયેલી સૈન્યએ ૧૮ માર્ચે ગાઝા પટ્ટી પર તેના હુમલા ફરી શરૂ કર્યા અને ત્યારથી જાન્યુઆરીમાં થયેલા યુદ્ધવિરામ અને કેદીઓના વિનિમય કરારને તોડી પાડતાં ૫,૬૪૭ લોકો માર્યા ગયા અને ૧૯,૨૦૧ અન્ય ઘાયલ થયા. ગયા નવેમ્બરમાં, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના પૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટ વિરૂદ્ધ ગાઝામાં યુદ્ધ અપરાધો અને માનવતા વિરૂદ્ધના ગુનાઓ માટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ઈઝરાયેલને ઈન્ક્‌લેવ પરના યુદ્ધ માટે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં નરસંહારના કેસનો પણ સામનો કરવો પડે છે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks