ઇઝરાયેલના વિમાનોને પોતાના આકાશમાંથી ઉડવાની મંજૂરી આપવા કુવૈતનો ઇન્કાર

(એજન્સી) કુવૈત સિટી, તા. ૨
કુવૈતે પોતાના આકાશમાંથી યુએઇ તરફ જતા ઇઝરાયેલી વિમાનોને ઉડવાની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે સાથે જ કહ્યું છે કે, પોતાના એરસ્પેસનો ઉપયોગ ક્યારેય ઇઝરાયેલી વિમાનો માટે કરવા દેવામાં આવશે નહીં. કુદ્‌સ પ્રેસ અનુસાર કુવૈતના સરકારી સૂત્રોને ટાંકતા અહીંના અખબાલ અલ-કબાસે કહ્યું છે કે, યુએઇ પહોંચવા માટે કુવૈસના આકાશમાંથી ક્યારેય ઇઝરાયેલી વિમાનો ઉડી શકશે નહીં. જોકે, સૂત્રોએ એવું પણ કહ્યું છે કે, ઇઝરાયેલ અને યુએઇ વચ્ચેનો નવો આકાશી રૂટ કુવૈતના આકાશમાંથી પસાર થઇ રહ્યો નથી અને તે બીજા દેશના આકાશી રૂટમાંથી છે. આ ઉપરાંત ભારપૂર્વક જણાવાયું છે કે, આ રૂટ કુવૈતથી ઘણો દૂર છે. અલ-કબાસે કહ્યું છે કે, સૂત્રો અનુસાર કુવૈતે પોતાના આકાશમાંથી ઇઝરાયેલી વિમાનોને ઉડવાની મંજૂરી આપી હોવાના અહેવાલોને ધરાર ફગાવ્યા છે અને કહ્યું છે કે, આ અહેવાલ એકદમ ખોટા છે.
આ પહેલા અહેવાલોમાં એવું કહેવાયું હતું કે, ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવામાં આ વિસ્તારમાં કુવૈત છેલ્લું રાજ્ય છે. સોમવારે તેલ અવીવથી ઉડેલું ઇઝરાયેલનું પ્રથમ વિમાન અબુધાબીમાં ઉતર્યું હતું જેણે આ દેશમાં પહોંચવા માટે સઉદી અરબના એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks