
(એજન્સી) જેરૂસલેમ, તા.૪
ઇઝરાયેલની શિન બેટ ઘરેલુ સુરક્ષા એજન્સીના પ્રમુખે બુધવારે ચેતવણી આપી કે હિંસક વિરોધ પ્રદર્શન દેશમાં ‘ખતરનાક સ્થળો’ને જન્મ આપી શકે છે. તેમણે જણાવ્યું કે, ઓનલાઇન હિંસક પ્રવચન અને આજે રાત્રે અમે જેરૂસલેમમાં જે કંઈ દૃશ્ય જોયા તે સ્વીકાર્ય વિરોધથી અલગ છે. જાહેર વ્યવસ્થા જાળવી રાખવાની ક્ષમતાને નુકસાન પહોંચાડે છે. કાયદા પ્રવર્તનની સાથે હિંસક અથડામણો થઈ શકે છે. તેમના કામ કરવાની ક્ષમતામાં અડચણ ઊભી થઈ શકે છે અને અહીં સુધી કે નુકસાન પણ થઈ શકે છે. કાયદેસર વિરોધ અને હિંસક અને ગેરકાયદેસર વિરોધની વચ્ચે એક સ્પષ્ટ રેખા છે. આ એક ચિંતાજનક પ્રવૃત્તિ છે. જે ખતરનાક સ્થળો તરફ લઈ જઈ શકે છે. જ્યાં આપણે ના આવવું જોઈએ. મંગળવારે રાત્રે સરકાર વિરોધી પ્રદર્શનો દરમ્યાન પ્રદર્શનકારીઓએ પશ્ચિમ જેરૂસલેમમાં વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુના ઘરની આસપાસ પોલીસ અવરોધકોને તોડી નાંખ્યા. ઇઝરાયેલી પ્રદર્શનકારીઓએ સરકારના રાજીનામા તાત્કાલિક ચૂંટણી અને પેલેસ્ટીની સમૂહ હમાસની સાથે બંધક કેદી અદલાબદલી સમજૂતી અંગે માંગ અંગે રેલી કાઢી. હમાસ જેના વિશે માનવામાં આવે છે કે, તેણે લગભગ ૧૩૦ ઈઝરાયેલી બંધકોને તેલ અવીવની સાથે બંધક સમજૂતીના બદલામાં ગાઝા પટ્ટી પર એક ઘાતક સૈન્ય આક્રમણ શરૂ કરી દીધું છે, જેમાં ૧૨૦૦ લોકો મૃત્યુ પામ્યા છે.