International

ઇઝરાયેલની જેલમાં તબીબી બેદરકારીના કારણે વધુ એક પેલેસ્ટીની કેદીનું મોત

(એજન્સી)                                તા.૧૪
પેલેસ્ટીની ઇન્ફોર્મેશન સેન્ટરે અહેવાલ આપ્યો છે કે પ્રશાસનિક    કેદી મોઆતઝ મહમૂદ અબુ ઝાનિદનું ગઈકાલે રાત્રે ઇઝરાયેલની જેલોમાં તબીબી બેદરકારીને કારણે મૃત્યુ થયું છે. અબુ ઝાનીદ, ૩૫, જ્યારે તેની તબિયત ગંભીર રીતે બગડી ત્યારે તેને રેમન જેલમાં રાખવામાં આવ્યા હતા. જો કે, જેલ પ્રશાસને જાણીજોઈને તેને હોસ્પિટલમાં લઈ જવામાં વિલંબ કર્યો જ્યાં સુધી તે કોમામાં ન ગયો. તેને ૬ જાન્યુઆરીએ સોરોકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ગઈકાલે રાત્રે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જૂન ૨૦૨૩માં અટકાયતમાં લેવાયેલા અબુ ઝાનીદને તેની અટકાયત પહેલા કોઈ આરોગ્ય સમસ્યા નહોતી. ઓકટોબર ૨૦૨૩માં ઇઝરાયેલના આક્રમણની શરૂઆતથી, ઇઝરાયેલની જેલોમાં ૫૫ પેલેસ્ટીની કેદીઓ મૃત્યુ થયા છે. આનાથી ૧૯૬૭થી ઈઝરાયેલની કસ્ટડીમાં મૃત્યુ પામેલા પેલેસ્ટીની કેદીઓની કુલ સંખ્યા ૨૯૨ થઈ ગઈ છે. અબુ ઝાનેદને પાંચ વખત ઇઝરાયેલી જેલમાં રાખવામાં આવ્યો હતો, અને તેની પ્રશાસનિક અટકાયતના વિરોધમાં એક કરતા વધુ વખત ભૂખ હડતાળમાં ભાગ લીધો હતો. તેમના મૃત્યુના પ્રતિભાવમાં, હમાસે આંતરરાષ્ટ્રીય સમુદાય, સંયુક્ત રાષ્ટ્ર અને તેની સંસ્થાઓને ઇઝરાયેલના કબજાવાળી જેલોમાં રાખવામાં આવેલા પેલેસ્ટીની કેદીઓને બચાવવા અને ‘ઉગ્રવાદી ઝિઓનિસ્ટ શાસન’ના હાથે જે ગંભીર ઉલ્લંઘનોનો સામનો કરવો પડે છે તેને રોકવા માટે કામ કરવા માંગ કરી.