ઇઝરાયેલી દળોએ કબજાવાળા વેસ્ટ બેંકમા ૩ પેલેસ્ટીનીઓને ઘાયલ કર્યા, ૪ની અટકાયત કરી

(એજન્સી) તા.૨૦
ડોક્ટરો અને સાક્ષીઓએ અહેવાલ આપ્યો છે કે, શુક્રવારે કબજાવાળા વેસ્ટ બેંકમા ઇઝરાયેલી સૈન્યના ગોળીબારમાં ત્રણ પેલેસ્ટીની ઘાયલ થયા હતા અને લશ્કરી દરોડામાં ચાર અન્ય લોકોની અટકાયત કરવામાં આવી છે. પેલેસ્ટીન રેડ ક્રેસન્ટ સોસાયટીએ જણાવ્યું કે, તેમની ટીમોએ મધ્ય વેસ્ટ બેંકમાં રામલ્લાહની ઉત્તરે અલ-જલાજૌન શરણાર્થી શિબિરમાં ઘાયલ થયેલા બે પેલેસ્ટીઓની સારવાર કરી હતી. સાક્ષીઓના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલી દળોએ કેમ્પ પર દરોડો પાડ્યો હતો અને રહેણાંક ઇમારતો વચ્ચે સ્થાન લેતા ગોળીઓ અને ટીયર ગેસ છોડ્યા હતા. રેડ ક્રેસન્ટે જણાવ્યું કે, જેરૂસલેમના ઉત્તરપૂર્વમાં અલ-રામ શહેરમાં વિભાજન દિવાલ પાસે ઇઝરાયેલી ગોળીબારમાં ત્રીજા પેલેસ્ટીનને પગમાં ઇજા થઈ હતી. ઉત્તર વેસ્ટ બેંકમાં નાબ્લુસની પૂર્વમાં બેટ ફુરિક શહેરમાં, ઇઝરાયેલી દળોએ બેટ ફુરિકના ખેતરમાં ઘૂસીને ખેડૂતો પર હુમલો કરવાનો પ્રયાસ કરનારા વસાહતીઓનો સામનો કર્યા પછી ચાર પેલેસ્ટીનીઓની ધરપકડ કરી હતી. પેલેસ્ટીન આંકડાઓ અનુસાર, ઓક્ટોબર ૨૦૨૩થી ઇઝરાયેલી સેના અને ગેરકાયદેસર વસાહતોમાં વસાહતીઓએ પૂર્વ જેરૂસલેમ સહિત કબજાવાળા વેસ્ટ બેંકમા ૧,૦૯૭ પેલેસ્ટીનીઓ મૃત્યુ પામ્યા છે, લગભગ ૧૧,૦૦૦ ઘાયલ કર્યા છે અને લગભગ ૨૧,૦૦૦ લોકોને અટકાયતમાં લીધા છે. ગયા વર્ષે જુલાઈમાં એક સીમાચિહ્‌નરૂપ ચુકાદામાં, આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે ઇઝરાયેલના પેલેસ્ટીન પ્રદેશ પરના કબજાને ગેરકાયદેસર જાહેર કર્યો હતો અને વેસ્ટ બેંક અને પૂર્વ જેરૂસલેમમાં તમામ વસાહતોને ખાલી કરાવવાનું કહ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts