ઇઝરાયેલી સેનાએ પશ્ચિમ કાંઠાની મસ્જિદની અંદર નમાઝ પઢતા લોકો પર સ્ટન ગ્રેનેડ ફેંક્યો

 

(એજન્સી) તા.૭
સપ્ટેમ્બરની શરૂઆતથી પૂજા સ્થળો પર ત્રીજા હુમલામાં, ઇઝરાયેલી સેનાએ રવિવારે કબજા હેઠળના પશ્ચિમ કાંઠાના બેથલેહેમ નજીક એક મસ્જિદની અંદર નમાઝ પઢતા લોકો પર સ્ટન ગ્રેનેડ ફેંક્યો. વોઇસ ઓફ પેલેસ્ટીન રેડિયોએ જણાવ્યું હતું કે, બેથલેહેમના દક્ષિણમાં બેટ ફજ્જર પર દરોડા દરમિયાન ઇઝરાયેલી દળોએ ગ્રાન્ડ મસ્જિદની અંદર નમાઝ પઢતા લોકો પર સ્ટન ગ્રેનેડ ફેંક્યો હતો. રેડિયો સ્ટેશને ઘટનાનો ચોક્કસ સમય આપ્યા વિના સાંજની નમાઝ પછી મસ્જિદના કાર્પેટ પર પડેલા ગ્રેનેડનો ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો. મંગળવારે સાંજે ઉત્તર પશ્ચિમ કાંઠે નાબ્લુસ ગવર્નરેટના માદામા ગામમાં એક મસ્જિદમાં ઇઝરાયેલી દળોએ ટીયર ગેસ છોડ્યા બાદ પેલેસ્ટીની ઉપાસકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. વોઇસ ઓફ પેલેસ્ટીનના અહેવાલ મુજબ ઇઝરાયેલી દળોએ સાંજની નમાઝ પઢતી વખતે મસ્જિદની અંદર ટીયર ગેસ છોડ્યા બાદ ઉપાસકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તાજેતરના મહિનાઓમાં મસ્જિદો પર ઇઝરાયેલી હુમલાઓ વધ્યા છે, જેમાં ગ્રેનેડનો ઉપયોગ, મસ્જિદોને આગ લગાડવાનો પ્રયાસ અને દીવાલો પર જાતિવાદી સૂત્રો લખવાનો સમાવેશ થાય છે. ૧ સપ્ટેમ્બરના રોજ ઇઝરાયેલી વસાહતીઓએ નાબ્લુસ ગવર્નરેટમાં આવેલા બાઝારિયામાં નૂર અલ-દીન ઝાંકી મસ્જિદને આગ લગાડવાનો પ્રયાસ કર્યો. તેના દરવાજા બળજબરીથી ખોલવામાં નિષ્ફળ ગયા પછી તેઓએ મસ્જિદની બાજુના એક રૂમમાં આગ લગાવી અને તેની દીવાલો પર પેલેસ્ટીનીઓ વિરુદ્ધ જાતિવાદી સૂત્રો અને ધમકીઓ લખ્યા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks