યમન યુદ્ધ : હૌથી અને સઉદી સમર્થિત દળો વચ્ચે ભીષણ યુદ્ધ

 

યમની દળોએ હૌથી સામે વળતી લડાઈ શરૂ કરી, સના પાછું મેળવવાની ખાતરી આપી

 

(એજન્સી) તા.૮
યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકાર વફાદાર દળોએ ઈરાન સમર્થિત હૌથી વિદ્રોહીઓ સામે મોટો વળતો હુમલો શરૂ કર્યો છે. સરકારી અધિકારીઓએ આ વિગતો આપતા જણાવ્યું છે કે, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હૌથી દળોના કબજામાંથી દેશની રાજધાની સનાને મુક્ત કરાવવાનો અને ફરીથી પોતાના નિયંત્રણ હેઠળ લાવવાનો છે. બીજી તરફ, સઉદી અરેબિયાના દક્ષિણ વિસ્તારોમાં આવેલા શહેરો અને આર્થિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હૌથી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલા સતત સ્ટ્રાઇક્સ અને હુમલાઓમાં ઓછામાં ઓછા ૭૩ નાગરિકો ઘાયલ થયા છે. રિયાધે હૌથી વિદ્રોહીઓને આવા ચાલુ હુમલાઓ સામે ગંભીર પરિણામોની ચેતવણી આપી છે.
મુખ્ય આંકડા અને પરિસ્થિતિની એક નજરે સમીક્ષા :
• તેલના ભાવ : અરામકો સુવિધાઓ પરના હુમલાને કારણે બેન્ટ ક્રૂડ ૧૦૦ ડૉલર પ્રતિ બેરલની નજીક પહોંચ્યું.
• માનવતાવાદી સંકટ : દક્ષિણ-પશ્ચિમ યમનમાં લડાઈ તીવ્ર બનતા ૨૦,૦૦૦થી વધુ લોકો વિસ્થાપિત.
• જાનહાનિ : ગુરૂવારથી શરૂ થયેલી હિંસા અને ઝડપમાં ૩૦૦થી વધુ લોકોનાં મોત.
• રાજદ્વારી હિલચાલ : રશિયાએ મધ્ય-પૂર્વમાં શાંતિ માટે મદદની તૈયારી દર્શાવી; કતાર, બહેરીન, કુવૈત અને પાકિસ્તાને હૌથી હુમલાઓની સખત નિંદા કરી.
મધ્ય-પૂર્વમાં વધતા હુમલા વચ્ચે તેલના ભાવ ૧૦૦ ડૉલર પ્રતિ બેરલ તરફ : વૈશ્વિક બજારોમાં કડાકો :
ઊર્જા સુવિધાઓ પર વારંવાર થતાં હુમલાઓના કારણે ક્રૂડ તેલની કિંમતો પ્રતિ બેરલ ૧૦૦ ડૉલરની નજીક પહોંચી ગઈ છે, જેના પરિણામે વૈશ્વિક શેરબજારોમાં મોટો ઘટાડો નોંધાયો છે. બેન્ટ ક્રૂડ ફ્યુચર્સ છેલ્લા છ સપ્તાહના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. યમનના ડૉલર જૂથોએ સઉદી અરેબિયાના અરામકો (છટ્ઠિદ્બર્ષ્ઠ)ના તેલ પ્લાન્ટ્‌સ અને શહેરોને લક્ષ્ય બનાવતા સમગ્ર મધ્ય-પૂર્વમાં યુદ્ધ ફેલાવાનો ભય વધી ગયો છે, જે વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે ગંભીર પડકાર ઊભો કરી રહ્યો છે. યુએસ-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષની શરૂઆત પછી ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચીને લગભગ બમણા થઈ ગયા છે. આ સાથે ગેસોલિન અને તાત્કાલિક ડિલિવરી માટેના ફિઝિકલ ક્રૂડના ભાવ પણ ફ્યુચર્સ પ્રાઈસ કરતાં વધુ છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે, આ સંઘર્ષ વૈશ્વિક ઊર્જા બજારને ખૂબ જ ખરાબ રીતે અસર કરી રહ્યો છે.
સઉદી સુવિધાઓ પર મિસાઈલ હુમલા અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિક્રિયા : યમનના ડૉલર વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે, તેમણે સઉદી અરેબિયાના અભા (Abha), નજરાન (Najran) અને જિઝાન (Jizan) સ્થિત અરામકો સુવિધાઓ તેમજ ખમીસ મુશાયત (Khamis Mushait)ના એરબેઝને બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન દ્વારા નિશાન બનાવ્યા હતા. આ ઘટનાક્રમ વચ્ચે રશિયાના વિદેશ પ્રધાન લવરોવે મોસ્કોમાં તેમના સઉદી સમકક્ષ પ્રિન્સ ફૈઝલ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રશિયા મધ્ય-પૂર્વની વણસતી પરિસ્થિતિને ઉકેલવામાં મદદ કરવા તૈયાર છે. આ મુલાકાત દરમિયાન સઉદી વિદેશ પ્રધાન પ્રિન્સ ફૈઝલે ડૉલર વિદ્રોહીઓની ટીકા કરતા તેમને ‘સ્વાર્થી’ કહ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે, તેઓ દેશના લોકોના કલ્યાણ કરતાં પોતાના હિતોને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. બીજી તરફ કતાર, બહરીન, કુવૈત અને પાકિસ્તાને સઉદી અરેબિયા પરના આ હુમલાઓની આકરા શબ્દોમાં નિંદા કરી સઉદી કિંગડમ પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
વિસ્થાપિતોની સંખ્યામાં સતત વધારો : માનવતાવાદી સંકટ ગંભીર બન્યું : દક્ષિણ-પશ્ચિમ યમનમાં હૌથી વિદ્રોહીઓ અને સરકાર સમર્થિત દળો વચ્ચે નવેસરથી શરૂ થયેલી લડાઈને કારણે પરિસ્થિતિ અત્યંત દયનીય બની છે. ગુરૂવારથી અત્યાર સુધીમાં થયેલી ઝડપો અને ગોળીબારમાં ૩૦૦થી વધુ લોકોનાં મોત થયા છે, જેના કારણે હજારો પરિવારોને પોતાના ઘર છોડીને ભાગવાની ફરજ પડી છે.
ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન ર્(ૈંંસ્)ના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૨૦,૦૦૦થી વધુ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. યમનમાંર્ ૈંંસ્ના મિશન ચીફ અબ્દુસત્તોર એસોએવે અડેનથી પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, યમનના પશ્ચિમી કિનારે વધી રહેલી હિંસા અત્યંત ચિંતાજનક છે. યુએન એજન્સીએ એક નિવેદનમાં ચેતવણી આપી છે કે, વિસ્થાપન સાઇટ્‌સ પર સતત નવા લોકો આવી રહ્યા હોવાથી વિસ્થાપિતોની સંખ્યા કલાકે-કલાકે વધી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks