International

ઇઝરાયેલી સૈનિકોની પીછેહઠ બાદ દક્ષિણ લેબેનોનમાં વધુ ૧૧ મૃતદેહો મળી આવ્યા

(એજન્સી) તા.૨૧
લેબેનીઝ સિવિલ ડિફેન્સે બુધવારે જણાવ્યું કે નવેમ્બરના યુદ્ધવિરામ કરાર હેઠળ ઇઝરાયેલી દળોની પીછેહઠ બાદ દક્ષિણ લેબેનીઝ નગરોમાંથી ૧૧ વધુ મૃતદેહો અને અવશેષો મળી આવ્યા છે. મંગળવારે, ઇઝરાયેલી દળોએ તાજેતરના આક્રમણ દરમિયાન કબજાવાળા ગામો અને નગરોમાંથી પીછેહઠ કરી હતી, પરંતુ તેઓ હજુ પણ લેબેનીઝ પ્રદેશની અંદર સરહદ પરની પાંચ મુખ્ય ચોકીઓ પર તૈનાત છે. એક નિવેદનમાં, સિવિલ ડિફેન્સે જણાવ્યું હતું કે તેની બચાવ ટીમોએ ‘દક્ષિણ લેબેનોનના મેઇસ અલ જબાલ શહેરમાંથી સાત પીડિતોના મૃતદેહ, એક ખિયામમાંથી, એક મેરકાબામાંથી અને બે અન્ય લોકોના મૃતદેહ ડીર સેરાયાનમાંથી બહાર કાઢ્યા છે.’ તેમાં જણાવવ આવ્યું છે કે મૃતદેહોની ઓળખની ખાતરી કરવા માટે સંબંધિત અધિકારીઓની દેખરેખ હેઠળ ડીએનએ પરીક્ષણ સહિત જરૂરી તબીબી અને કાયદાકીય પરીક્ષણો હાથ ધરવામાં આવશે. ઇઝરાયેલ ૨૬ જાન્યુઆરી સુધીમાં પાછી ખેંચી લેવાનું હતું, પરંતુ લેબેનોન પર શરતોનો અમલ ન કરવાનો આરોપ લગાવ્યા બાદ તેને ૧૮ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો હતો. તે સમયે લેબેનોને ઇઝરાયેલ પર તેની ઉપાડમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો. ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ હમાસના હુમલા પછી શરૂ થયેલ હિઝબુલ્લાહ સાથે ઇઝરાયેલનું સીમાપાર યુદ્ધ, સપ્ટેમ્બર ૨૦૨૪માં સંપૂર્ણ પાયે યુદ્ધમાં પરિણમ્યું. સંઘર્ષના પરિણામે ૪,૦૦૦થી વધુ મૃત્યુ અને આશરે ૧૪ લાખ વિસ્થાપન થયા.

Related posts
International

ઇઝરાયેલમાં અનેક બસોમાં વિસ્ફોટ પોલીસ કહે છે, ‘આતંકવાદી હુમલો’

(એજન્સી) તા.૨૧ગુરૂવારે ત્રણ પાર્ક…
Read more
International

હમાસે ગાઝા પર ઇઝરાયેલના બોમ્બમારા દરમિયાન મૃત્યુ પામેલા ૪ બંધકોના મૃતદેહ સોંપ્યા

(એજન્સી) તા.૨૧હમાસે આજે ગાઝા…
Read more
International

કાટમાળમાંથી વધુ મૃતદેહો મળી આવતાગાઝામાં મૃત્યુઆંક ૪૮,૩૦૦ને પાર

(એજન્સી) તા.૨૧પેલેસ્ટીની ડોક્ટરો અને…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.