ઇઝરાયેલે ગાઝા બજાર, પાણીના જળસ્ત્રોત પર બોમ્બમારો કર્યો, હુમલામાં ૩૦ લોકોનાં મોત, યુદ્ધમાં મૃત્યુઆંક ૫૮,૦૦૦ને પાર

(એજન્સી)                                                         તા.૧૪
ઇઝરાયેલી દળોએ ગાઝા પર બોમ્બમારો કરવાનું ચાલુ રાખ્યું, એક વ્યસ્ત બજાર અને પાણી વિતરણ કેન્દ્ર પર હુમલો કર્યો, ૯૫ પેલેસ્ટીનીયનો મૃત્યુ પામ્યા, કારણ કે પ્રદેશ પરના ઇઝરાયેલના યુદ્ધમાં મૃત્યુઆંક ૫૮,૦૦૦ને વટાવી ગયો છે. પેલેસ્ટીનીયન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝા સિટી માર્કેટ પર ઇઝરાયેલી હુમલામાં રવિવારે ૧૭ લોકો મૃત્યુ પામ્યા, જેમાં અગ્રણી ડૉક્ટર અહમદ કંદિલનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયેલી મિસાઇલ હુમલામાં મધ્ય નુસીરાત શરણાર્થી શિબિરમાં પાણી સંગ્રહ કેન્દ્ર પર હુમલો થયો, જેમાં ૧૦ લોકો  મૃત્યુ પામ્યા. તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકોમાં સાત બાળકો હતા જેઓ પીવાનું પાણી મેળવવા કતારમાં ઉભા હતા. ૧૭ અન્ય ઘાયલ પણ થયા છે. ઇઝરાયેલી સૈન્યએ હજુ સુધી ગાઝા સિટી માર્કેટ પરના હુમલા અંગે કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ જણાવ્યું હતું કે, નુસીરાત પરનો હુમલો પેલેસ્ટીનીયન ફાઇટરને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યો હતો અને તકનીકી ખામીને કારણે તેનું લક્ષ્ય બદલાઈ ગયું હતું. ઈઝરાયેલના દાવાની સ્વતંત્ર રીતે ખાતરી થઈ શકી નથી. જેસિકા ડોર્સી, આંતરરાષ્ટ્રીય વકીલ અને નેધરલેન્ડની યુટ્રેચ યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર, ઇઝરાયેલના દાવા પર પ્રશ્ન ઉઠાવ્યો કે ઇઝરાયેલી સૈન્ય ગાઝામાં નાગરિકોની સુરક્ષા માટે પૂરતા પગલાં લેતા નથી. ‘તેમણે જણાવ્યું કે, યુદ્ધમાં ભૂલો થાય છે, પરંતુ એક ચોક્કસ તબક્કે, છેલ્લા ૨૧ મહિનામાં નાગરિકોને નુકસાનની પેટર્નને જોતાં, તમારે તેને ભૂલ કહેવા માટે પ્રશ્ન કરવો પડશે અને ખરેખર પ્રશ્ન છે કે શું આ ખરેખર તેમની મોડસ ઓપરેન્ડી છે. ‘ખાસ કરીને તેમની પાસે આ પ્રકારની અદ્યતન ક્ષમતાને જોતાં, આપણે વધુ ચોકસાઇ જોવી જોઈએ, ઓછી જવાબદારી નહીં અને કમનસીબે એવું નથી. દરમિયાન, પેલેસ્ટીનીયન આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે, ઇઝરાયેલ યુદ્ધમાં મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા હવે વધીને ૫૮,૦૨૬ થઈ ગઈ છે. ઑક્ટોબર ૭, ૨૦૨૩થી યુદ્ધ શરૂ થયું ત્યારથી મૃત્યુ પામેલા અડધાથી વધુ, સ્ત્રીઓ અને બાળકો છે. ૧,૩૮,૫૦૦ અન્ય લોકો પણ ઘાયલ થયા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. યુદ્ધ અને ઇઝરાયેલની ઘેરાબંધીએ ગાઝામાં ૨.૧ મિલિયન લોકોને દુષ્કાળની આરે ધકેલ્યા છે અને પેલેસ્ટીનીયન શરણાર્થીઓ માટેની સંયુક્ત રાષ્ટ્ર એજન્સી,UNRWAએ કુપોષણથી અન્ય એક શિશુના મૃત્યુની જાહેરાત કરી છે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts