ઇઝરાયેલે ગાઝા ‘સેફ ઝોન’ પર હવાઇ હુમલાઓ સાથે ખાલી કરાવવાના આદેશનો અમલ જારી રાખ્યો

ઓછામાં ઓછા ૧૬નાં મોત, ભોગ બનનારાઓથી હોસ્પિટલ ઊભરાઈ

(એજન્સી) તા.૨૨
ઇઝરાયેલની સૈન્યએ જેને અગાઉ માનવીય વિસ્તાર તરીકે જાહેર કર્યો હતો તે વિસ્તારમાં રહેતા લોકોને આ વિસ્તાર છોડી જવાનું જણાવ્યાના થોડા સમય બાદ જ ઇઝરાયેલી સેનાએ પૂર્વીય ખાન યુનિસ પર તોપમારો અને હવાઈ હુમલાઓ શરૂ કર્યા હતા.
ગાઝામાં આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ખાલી કરવાનો આદેશ આપ્યાના એક કલાક કરતાં પણ ઓછા સમયમાં વહેલી સવારે આ હુમલો કરવામાં આવ્યો હતો. ઓછામાં ઓછા ૩૦ લોકો માર્યા ગયા છે.
જેમાંથી મોટાભાગની વસ્તી વિસ્થાપિત થઈ ગઈ છે તેવા આ વિસ્તારના લોકોને આશ્રય અને ખોરાકની સખત જરૂર છે, તેઓ માટે સુરક્ષિત જગ્યા શોધવાનું વધુને વધુ મુશ્કેલ બન્યું છે કારણ કે, ઈઝરાયેલના સતત બોમ્બમારાના પગલે તેઓને ‘સલામત ક્ષેત્રો’ તરફ ધકેલાઇ જવાની ફરજ પડી છે.
સૈન્યએ લોકોને દક્ષિણ ગાઝા પટ્ટીમાં અલ-માવાસી માનવતાવાદી ક્ષેત્રના પૂર્વ ભાગ સહિતના વિસ્તારો છોડી દેવાનો એમ કહીને આદેશ આપ્યો હતો કે, ઇઝરાયેલ તરફ રોકેટ હુમલા પછી એક ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. દેર અલ-બાલાહથી મીડિયા અહેવાલ અનુસાર ‘લોકોને સ્થળાંતર કરવાની તક પણ મળી ન હતી’, ઇઝરાયેલી દળોએ તેમના ખાલી કરાવવાના આદેશની પત્રિકાઓ ફેંક્યા પછી તરત જ પૂર્વી ખાન યુનિસમાં તેમના હવાઈ હુમલા અને તોપખાનામાં તોપમારો શરૂ કર્યો અને ખાન યુનિસની એકમાત્ર કાર્યરત હોસ્પિટલ નાસેર મેડિકલ કોમ્પ્લેક્સમાં હુમલાનો ભોગ બનનારાઓનો ધસારો નોંધાયો હતો અને ડોક્ટરો રક્તદાન માટે વિનંતી કરી રહ્યા હતા.
ઠ પરની એક પોસ્ટમાં ઇઝરાયેલની સૈન્યએ હમાસ પર પૂર્વ ખાન યુનિસ પડોશમાં નાગરિકોનો ઉપયોગ ‘માનવ ઢાલ’ તરીકે કરવાનો આરોપ મૂક્યો હતો અને આ વિસ્તારને જોખમી ક્ષેત્રમાં ફેરવ્યો હતો.
જેમાંથી ઘણા બધા લોકો અગાઉ અનેક વખત વિસ્થાપિત થઈ ગયા હતા તેવા આ વિસ્તારના રહેવાસીઓને તેણે તાત્કાલિક અલ-માવાસી ઇવેક્યુએશન ઝોન તરફ ભાગી જવા જણાવ્યું હતું.
પેલેસ્ટીની સિવિલ ડિફેન્સ અનુસાર આ ઓર્ડરથી ૪,૦૦,૦૦૦થી વધુ લોકોને અસર પહોંચશે.
અલ-માવાસી પણ હુમલાઓથી મુક્ત નથી. આ મહિનાની શરૂઆતમાં ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં એક વિશાળ હવાઈ હુમલો થયો હતો, જેમાં ૯૦થી વધુ નાગરિકો માર્યા ગયા હતા.
જે હુમલાને ઇઝરાયેલની સૈન્યએ વરિષ્ઠ હમાસ કમાન્ડરોને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું તેને આ વિસ્તારમાં આશ્રય લેનાર લોકો દ્વારા ‘ભયાનક હત્યાકાંડ’ તરીકે વર્ણવવામાં આવ્યો હતો જેમાં મહિલાઓ અને બાળકોને તેમના ફ્લોરના તંબુ પર ક્ષતવિક્ષત હાલતમાં વિખરાયેલા પડ્યા હતા. મીડિયાએ કહ્યું કે, ‘લોકોને લાગે છે કે, ઇઝરાયેલીઓ તેમની સાથે ચેસની રમત રમી રહ્યા છે, તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી રહ્યા છે અને કોઈ જગ્યા સુરક્ષિત નથી.’
પૂર્વીય ખાન યુનિસમાં ઇઝરાયેલના શ્રેણીબદ્ધ હુમલાઓ ત્યારે આવી છે જ્યારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ યુએસ કોંગ્રેસને સંબોધવા માટે વોશિંગ્ટન તરફ પ્રયાણ કર્યું છે, જેણે યુદ્ધ દરમિયાન ઇઝરાયેલને અબજોની લશ્કરી સહાય મંજૂર કરી છે.
નેતાન્યાહુના જણાવ્યા અનુસાર ઇઝરાયેલી વાટાઘાટકારો અટકેલી કેદી સામે કેદીને છોડવાની વાટાઘાટોને ફરીથી શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે એટલે તેઓ આવ્યા છે.
યુદ્ધ શરૂ થયું ત્યારથી ગાઝામાં ઇઝરાયેલી હુમલામાં ૩૮,૯૮૩ લોકો માર્યા ગયા છે અને લગભગ ૯૦,૦૦૦ ઘાયલ થયા છે, જે મોટાભાગના નાગરિકો છે, જ્યારે મોટાભાગનો વિસ્તાર કાટમાળમાં ફેરવાઇ ગયો છે.
ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ૈંઝ્રત્ન)એ ચુકાદો આપ્યો છે કે, ઇઝરાયેલે નાગરિક જાનહાનિ અટકાવવા અને ગાઝામાં માનવતાવાદી સહાયના પ્રવેશને સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવા જોઈએ, પરંતુ ઇઝરાયેલે કોર્ટના ચુકાદાને ફગાવી દીધો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks