ઇઝરાયેલે જેરૂસલેમના ગ્રાન્ડ મુફ્તીની અટકાયત કરી, અલ-અક્સામસ્જિદમાં પ્રવેશવા પર ૧ અઠવાડિયાનો પ્રતિબંધ મૂક્યો

જુમ્આની નમાઝ અને ખુત્બા બાદ ઇઝરાયેલી દળોએ કરી ધરપકડ; જૂન મહિનામાં ઇઝરાયેલી દળોએ અલ-અક્સા મસ્જિદ પર ૨૬ વખત કર્યા દરોડા

(એજન્સી) જેરૂસલેમ, તા.૧૧
ઇઝરાયેલી સત્તાવાળાઓ દ્વારા શુક્રવારે જેરૂસલેમના ગ્રાન્ડ મુફ્તી શેખ મોહમ્મદ હુસૈનની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને એક અઠવાડિયા માટે અલ-અક્સા મસ્જિદ પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જેરૂસલેમ ગવર્નરેટ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, ઇઝરાયેલી દળોએ ગ્રાન્ડ મુફ્તી શેખ મોહમ્મદ હુસૈનને ત્યારે અટકાયતમાં લીધા જ્યારે તેઓ શુક્રવારની નમાઝ બાદ પ્રવચન (ખુતબા) આપી રહ્યા હતા. જોકે, બાદમાં સત્તાવાળાઓએ તેમને એક શરતે મુક્ત કર્યા હતા કે તેઓ આગામી એક સપ્તાહ સુધી મસ્જિદ પરિસરમાં પ્રવેશ કરી શકશે નહીં. આ મામલે ઇઝરાયેલી પોલીસ તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર ટિપ્પણી આવી નથી, પરંતુ ઇઝરાયેલ અગાઉ પણ અલ-અક્સાના ધર્મગુરૂઓ પર આવા પ્રતિબંધો મૂકતું આવ્યું છે.તણાવ વચ્ચે હજારો પેલેસ્ટિનિયનોએ પઢી નમાઝઆ ધરપકડ અને પ્રતિબંધના કડક પગલાં પહેલાં, શુક્રવારે વહેલી સવારે હજારોની સંખ્યામાં પેલેસ્ટિનિયનો પવિત્ર અલ-અક્સા મસ્જિદ પરિસરમાં એકઠા થયા હતા અને શાંતિપૂર્ણ રીતે શુક્રવારની નમાઝ અદા કરી હતી. પવિત્ર સ્થળ પર ઇઝરાયેલી સત્તાવાળાઓની કડક કાર્યવાહી અને વધતી જતી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચ્યા હતા.જૂન મહિનામાં અલ-અક્સા મસ્જિદમાં ઇઝરાયેલી દળોની ૨૬ વખત ઘૂસણખોરી
પેલેસ્ટિનિયન મંત્રાલય (Ministry of Awqaf and Religious Affairs) દ્વારા રવિવારે બહાર પાડવામાં આવેલા એક અહેવાલ અનુસાર, પવિત્ર સ્થળ પર ઇઝરાયેલની ઉશ્કેરણીજનક કાર્યવાહીઓ સતત વધી રહી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એકલા જૂન મહિના દરમિયાન જ ઇઝરાયેલી દળોએ અલ-અક્સા મસ્જિદ પરિસરમાં ૨૬ વખત ઘૂસણખોરી (દરોડા) કરી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલી દળોની સુરક્ષા હેઠળ ૪,૨૧૨ જેટલા ઇઝરાયેલી વસાહતીઓ ‘મુઘરાબી ગેટ’ (Mughrabi Gate થઈને સવાર અને બપોરના મુલાકાતના કલાકો દરમિયાન મસ્જિદ પરિસરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા, જેને કારણે સ્થાનિક મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks