ઇઝરાયેલે પેન્ટાગોનના વડાને કહ્યું કે, તેઓ લેબેનોન, સીરિયા અને ગાઝા સુરક્ષા ક્ષેત્રોમાં સૈનિકો રાખશે

(એજન્સી) જેરૂસલેમ, તા.૧૭
ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે ગુરૂવારે વહેલી સવારે તેમના યુએસ સમકક્ષ પીટ હેગસેથને જણાવ્યું હતું કે, ઇઝરાયેલ તેના દળોને લેબેનોન, સીરિયા અને ગાઝા પટ્ટીની અંદર બનાવેલા ‘સુરક્ષા ક્ષેત્રો’માં રાખવા માટે કટિબદ્ધ છે. એક નિવેદનમાં કાત્ઝના કાર્યાલયે જણાવ્યું હતું કે, બંને માણસોએ રાતોરાત વાત કરી હતી અને મંત્રીએ ‘ઇઝરાયેલની સરહદો અને સરહદ નજીકના સમુદાયોને જેહાદી દળો દ્વારા ઊભા થતાં ખતરાથી બચાવવા માટે સીરિયા, ગાઝા અને લેબેનોનમાં સુરક્ષા ક્ષેત્રોમાં રહેવાના ઇઝરાયેલના દૃઢ નિશ્ચય પર ભાર મૂક્યો હતો.’ અલગથી ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે ગુરૂવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ આવતા અઠવાડિયે યુનાઇટેડ સ્ટેટ્‌સનો પ્રવાસ કરશે નહીં કારણ કે, યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામના અંતિમ સંસ્કાર મહિનાના અંત સુધી મુલતવી રાખવામાં આવ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts