ઇઝરાયેલે લેબેનીઝ સરહદી વિસ્તારનાનગરો પર ૧૪ મિસાઇલો દ્વારા હુમલો કર્યો

  • હેનિન નાગરિકોના મૃત્યુનો બદલો લેવા હિઝબુલ્લાહે ઇઝરાયેલી વસાહતોને નિશાન બનાવ્યા હતા • હિઝબુલ્લાહે કહ્યું કે, તેણે ડઝનેક કાત્યુષા રોકેટ વડે શોમેરા વસાહત પર હુમલો કર્યો

(એજન્સી) બેરૂત, તા.૨૫
દક્ષિણ લેબેનોનના સરહદી વિસ્તારોમાં ગઈકાલે સંઘર્ષના ૨૦૦મા દિવસે હિઝબુલ્લાહ અને ઇઝરાયેલી દળો વચ્ચેની અથડામણમાં તીવ્ર વધારો થયો હતો. ઇઝરાયેલના હવાઈ હુમલાઓમાં ૧૪ મિસાઇલો દ્વારા લેબેનીઝના સરહદી નગરોની આસપાસ આગનો વર્તુળ બનાવ્યો હતો. છેલ્લા બે દિવસમાં સરહદી પ્રદેશમાં લશ્કરી ગતિવિધિઓ વધી હતી, હિઝબુલ્લાહે આ અથડામણોમાં પ્રથમ વખત ઉત્તરી એકરના વિસ્તારોને નિશાન બનાવ્યા છે. બુધવારના રોજ ઇઝરાયેલે આઇતા અલ-શાબ, રામ્યા, જબલ બલાત અને ખલ્લેટ વરદાની બહારના વિસ્તારો પર હુમલા કર્યા હતા. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે, તેમણે તૈર હરફામાં એક મિસાઇલ લોન્ચિંગ શસ્ત્રને નષ્ટ કરી દીધું છે અને મરકબા અને આઇતા અલ-શાબમાં હિઝબુલ્લાહના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું છે. ઇઝરાયેલી આર્ટિલરીએ ‘સંભવિત ખતરાને દૂર કરવા’ કાફર શુબા અને શેહિનના વિસ્તારોમાં પણ હુમલો કર્યો. હિઝબુલ્લાહે પણ તેની કામગીરીને વેગ આપ્યો અને કહ્યું કે, ‘આ કામગીરી ઇઝરાયેલી દુશ્મન દ્વારા હાનિન શહેરમાં કરવામાં આવેલા ભયાનક હત્યાકાંડનો બદલો લેવા માટે છે, જેમાં નિર્દોષ નાગરિકોને જાનહાનિ અને ઇજાઓ થઈ છે.’ ઇઝરાયેલના હવાઈ હુમલામાં ૫૦ વર્ષની એક મહિલા અને ૧૨ વર્ષની છોકરી જે બંને એક જ પરિવારના સભ્યો હતા તેઓ માર્યા ગયા છે. જ્યારે અન્ય છ લોકો ઘાયલ થયા હતા. હિઝબુલ્લાહે કહ્યું કે, તેણે ડઝનેક કાત્યુષા રોકેટ વડે શોમેરા વસાહત પર હુમલો કર્યો હતો. જૂથે જણાવ્યું હતું કે, તેણે હોર્શ નતાવામાં ઇઝરાયેલી સૈનિકોને પણ નિશાન બનાવ્યા હતા અને અલ-રાહેબ સાઇટ પર તોપખાના વડે હુમલો કર્યો હતો. તેણે એવિવિમ વસાહત પર હુમલામાં ઇઝરાયેલી સૈનિકોને માર્યા અને ઘાયલ કર્યા હોવાનો પણ દાવો કર્યો હતો. ઇઝરાયલી સમાચાર આઉટલેટ્‌સના જણાવ્યા અનુસાર, રોકેટ સંચાલિત ગ્રેનેડ વસાહતના એક મકાનમાં પડ્યો હતો, જેમાં રહેઠાણમાં આગ લાગી હતી. હિઝબુલ્લાહના લશ્કરી મીડિયાએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલ સાથેની લડાઈના પાછલા ૨૦૦ દિવસોમાં લેબેનોન, યમન અને ઇરાકમાંથી ૧૯૯૮ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં હિઝબુલ્લાહ દ્વારા ૧૬૩૭ ઓપરેશન કરવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks