ઇઝરાયેલે વેસ્ટ બેંકના કેમ્પમાં જાન્યુઆરીથી ૧,૦૦૦ પેલેસ્ટીની ઘરો તોડી પાડ્યા છે : મીડિયા સમિતિઓ

(એજન્સી)                                                           તા.૨૯
બે પેલેસ્ટીની મીડિયા એજન્સીઓના જણાવ્યા અનુસાર જાન્યુઆરીથી કબજાવાળા વેસ્ટ બેંકમા ઇઝરાયેલી લશ્કરી કાર્યવાહીમાં ૧,૦૦૦થી વધુ પેલેસ્ટીની ઘરો તોડી પાડવામાં આવ્યા છે અને ૫૫ મૃત્યુ પામ્યા છે. વિનાશ ઉત્તરી વેસ્ટ બેંકના ત્રણ શરણાર્થી શિબિરોમાં કેન્દ્રિત છે-જેનિન, તુલકરેમ અને નૂર શમ્સ-જ્યાં ઇઝરાયેલી દળો ૨૧ જાન્યુઆરીથી ઓપરેશન ચલાવી રહ્યા છે. એકલા જેનિન શિબિરમાં, ૬૦૦થી વધુ ઘરો નાશ પામ્યા છે અને અન્ય ઘણા નિર્જન બની ગયા છે. તેણે આ હુમલાને ૧૫૯-દિવસના લશ્કરી અભિયાનના ભાગ રૂપે વર્ણવ્યું હતું જેમાં ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા, રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા હતા અને રહેણાંક ઇમારતોને લશ્કરી ચોકીઓમાં ફેરવી દેવામાં આવી હતી. સમિતિના જણાવ્યા અનુસાર, ઓપરેશન શરૂ થયું ત્યારથી જેનિનમાં ૪૨ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે, ડઝનેક ઘાયલ અથવા ધરપકડ કરવામાં આવી છે અને લગભગ ૨૨,૦૦૦ લોકોને બળજબરીથી વિસ્થાપિત કરવામાં આવ્યા છે. તુલકરેમ મીડિયા કમિટી દ્વારા જારી કરવામાં આવેલા એક અલગ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ઇઝરાયેલી બુલડોઝરોએ તુલકારેમ અને નૂર શમ્સ કેમ્પમાં ૪૦૦ ઘરોને તોડી પાડ્યા હતા અને ૨,૫૦૦થી વધુ ઘરોને આંશિક રીતે નુકસાન પહોંચાડ્યું હતું. સમિતિએ જણાવ્યું  કે, સેના ૧૦૬ વધુ ઇમારતોને તોડી પાડવાની યોજના ધરાવે છે, જે ૨૫૦થી વધુ આવાસ એકમોને અસર કરશે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ઓપરેશન શરૂ થયું ત્યારથી બે કેમ્પમાં ૧૩ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે, જેમાં એક બાળક અને બે મહિલાઓનો સમાવેશ થાય છે, જેમાંથી એક ગર્ભવતી છે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks