International

‘ઇઝરાયેલ દ્વારા વૃદ્ધો અને બાળકોની હત્યા ધિક્કારપાત્ર ગુનો છે’ : હમાસ

(એજન્સી) તા.૧૪
ઇસ્લામિક પ્રતિકાર જૂથ હમાસે કહ્યું છે કે, તેલ અલ-હવામાં ફાસીવાદી ઈઝરાયેલના ગુનાઓ અને વૃદ્ધો અને બાળકોને તેમના ઘરોમાં હત્યા કરવી એ ભયાનક ઉલ્લંઘન અને ધિક્કારપાત્ર વર્તન છે અને તાત્કાલિક આંતરરાષ્ટ્રીય સ્તરે જવાબદારી નક્કી કરવાની જરૂર છે. ગાઝા સિટીના દક્ષિણ-પશ્ચિમમાં તેલ અલ-હવામાં સૈન્યની પીછેહઠ પછી, હિંસક બોમ્બમારો અને જીવનના તમામ પાસાઓને નિશાન બનાવવા સાથે થયેલા અત્યાચારો એ યુદ્ધ અપરાધો અને નરસંહાર છે. હમાસે કહ્યું કે, ઈઝરાયેલની સેનાએ તેલ અલ-હવા છોડતા પહેલા રહેણાંક ઇમારતોને આગ લગાડી દીધી હતી અને નાગરિક સંરક્ષણને તે ઇમારતો સુધી પહોંચતા અટકાવ્યું હતું જેમાં તેમના તમામ રહેવાસીઓ બળી ગયા હતા અને તેલ અલ-હવામાં શહીદ થયેલા સમગ્ર પરિવારોના મૃતદેહોને પ્રાપ્ત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પુષ્ટિ કરે છે કે, સેનાએ ઘાતકી નરસંહાર અને વિનાશક અત્યાચારો કર્યા હતા.
એક પરિવારની ત્રણ વૃદ્ધ મહિલાઓ સહિત વૃદ્ધ પેલેસ્ટીનીઓને તેમના ઘરની અંદર ઠંડા કલેજે હત્યાઓના આઘાતજનક દૃશ્યો, બાળકો સહિતના નિઃશસ્ત્ર નાગરિકોની હત્યા ઉપરાંત તમામ માનવીય મૂલ્યોનું ઉલ્લંઘન કરતા ગુનાઓ કરવામાં આવ્યા છે અને બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની હત્યા કરનારા આ ફાશીવાદી સેના અને તેના ગુનાહિત નેતાઓના ધિક્કારપાત્ર અને કાયર વર્તનની પુષ્ટિ કરે છે. આ જઘન્ય ગુનાઓ માટે યુનાઇટેડ નેશન્સ (યુએન), આંતરરાષ્ટ્રીય સમુદાય અને તેની સંસ્થાઓ, ખાસ કરીને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે આ નરસંહારના યુદ્ધને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, તેઓ તમામ મૂલ્યો, રિવાજો, કાયદાઓ અને આંતરરાષ્ટ્રીય સંધિઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ૭ ઓકટોબરથી ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટી પર તેની આક્રમકતા ચાલુ રાખી છે, જેમાં ૩૮,૩૪૫ શહીદ થયા છે અને ૮૮,૨૯૫ અન્ય ઘાયલ થયા છે. યુએનના ડેટા અનુસાર આ હુમલાઓને કારણે સ્ટ્રીપમાંથી લગભગ ૧૯ લાખ લોકોનું વિસ્થાપન પણ થયું છે.

Related posts
International

બ્રિટનના સાંસદોએ ઈઝરાયેલ પર પ્રતિબંધ અને પેલેસ્ટીનને રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની માંગ કરી

(એજન્સી) તા.૧૬બ્રિટીશ હાઉસ ઓફ…
Read more
International

UAE ઈઝરાયેલમાં અરબો માટે કૃષિ ઈન્ફ્રા વધારવા માટે ૨૭ લાખ ડોલરનું રોકાણ કરશે

રોકાણ ઇઝરાયેલમાં અરબ સમુદાયોના…
Read more
International

ઇઝરાયેલી હુમલાઓમાં હમાસના લશ્કરી કમાન્ડરને નિશાન બનાવવામાંઆવ્યા, દક્ષિણ ગાઝામાં ઓછામાં ઓછા ૯૦ લોકોના મૃત્યુ

હમાસના ઓકટોબર ૭ના હુમલા પછી ઇઝરાયેલે…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.