ઈઝરાયેલની પોલીસે પૂર્વ જેરૂસલેમમાં ૯ પલેસ્ટીનીઓને કસ્ટડીમાં લીધા

 

(એજન્સી) તા.ર૯
ઈઝરાયેલની પોલીસે બુધવારે પૂર્વ જેરૂસલેમમાં દરોડા દરમ્યાન નવ પેલેસ્ટીનીઓને તેમના ઘરોમાંથી બહાર નીકાળ્યા. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે કેદીઓ પર પેલેસ્ટીની ટ્રિબ્યુનલ સુરક્ષા દળો માટે ગતિવિધિઓને અંજામ આપવાની આશંકા છે. ઈઝરાયેલ પૂર્વ જેરૂસલેમમાં પેલેસ્ટીની સુરક્ષા સેવાઓને સંચાલિત કરવાની પરવાનગી નથી આપતું પરંતુ શહેરના પેલેસ્ટીની રહેવાસી વેસ્ટ બેંકના અન્ય શહેરોમાં એજન્સીઓ માટે કામ કરે છે. પેલેસ્ટીનીઓનું કહેવું છે કે ઈઝરાયેલના અધિકારીઓએ જેરૂસલેમમાં પેલેસ્ટીનીઓની વિરૂદ્ધ પોતાના ઉપાયોને સખત કરી દીધા છે. કારણ કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ર૦૧૭ના અંતમાં શહેરને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપી હતી.જેરૂસલેમ દશકાઓથી ચાલી રહેલા મધ્ય-પૂર્વના સંઘર્ષના કેન્દ્રમાં છે. પેલેસ્ટીનીઓએ ભાર આપી જણાવ્યું કે પૂર્વ જેરૂસલેમ ઈઝરાયેલના કબજામાં ૧૯૬૭થી પેલેસ્ટીની રાજ્યની રાજધાની તરીકે કામ કરવું જોઈએ. આંતરરાષ્ટ્રીય કાયદો સંપૂર્ણ જેરૂસલેમની સાથે સાથે પૂર્વ જેરૂસલેમને કબજાવાળા ક્ષેત્રો તરીકે જુએ છે અને ત્યાં તમામ યહુદી વસ્તી નિર્માણને ગેરકાયદેસર ગણે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks