(એજન્સી) તા.૯
દુબઈ ઈઝરાયેલ ફ્લાયદુબઈ દ્વારા સંચાલિત પ્રથમ ફ્લાઈટ રવિવારે તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પર ઊતરી. રાજ્યની માલિકીવાળા ઈઝરાયેલી કાન ચેનલે એરપોર્ટ પર ઈમરતી ફ્લાઈટના ઉતરવાનો એક વીડિયો જારી કર્યો. દુબઈ સરકારની માલિકીવાળી ફ્લાયદુબઈ મુજબ ંકંપની ર૬ નવેમ્બર સુધી દુબઈ અને તેલ અવીવની વચ્ચે બે ફ્લાઈટો સંચાલિત કરશે. સંયુક્ત અરબ અમીરાત અને ઈઝરાયેલે પોતાના સામાન્યીકરણ સોદાને ધ્યાનમાં રાખતા હવાઈ પરિવહન અને સીધી ફ્લાઈટોની સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા પછી આ પગલું ભર્યું. ઓકટોબરમાં યુએઈ, જનરલ સિવિલ એવિયેશન ઓથોરિટીએ બંને દેશોની વચ્ચે હવાઈ પરિવહન સેવાઓ પર ઈઝરાયેલના નાગરિક વિમાનની ટ્રિબ્યુનલ સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. યુએઈ અને ઈઝરાયેલે સપ્ટેમ્બરમાં પોતાના સંબંધોને સામાન્ય બનાવવા માટે યુએસ પ્રાયોજિત સમજૂતી પર હસ્તાક્ષર કર્યા, જેમાં બંને પક્ષોએ રોકાણ, વેપાર, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સમજૂતીની યજમાની કરી. સામાન્યીકરણ સમજૂતીની પેલેસ્ટીનીઓ તરફથી વખોડી નાખવામાં આવી છે. જે કહે છે કે આક્ષેપો તેમના હકોની અવગણના કરે છે અને પેલેસ્ટીની હેતુને પૂરા પાડતા નથી.