(એજન્સી) તા.૧૩
ઓક્ટોબરમાં ઈઝરાયેલી સેનાએ ૬૩ બાળકો અને ૧૬ મહિલાઓ સહિત ૪૬૬ પેલેસ્ટીનીઓની ધરપકડ કરી. સમાચાર એજન્સી દ્વારા જારી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ પેલેસ્ટીની કેદી કલબ, એડમિર કેદી સમર્થન અને માનવ અધિકાર એસોસિએશન, ડિટેન્સેસ મામલાઓના પંચ અને વાડી હિલ્વેહ સૂચના કેન્દ્ર, પૂર્વ જેરૂસલેમ દ્વારા જારી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. રિપોર્ટે સંકેત આપ્યો કે ઈઝરાયેલી સેનાએ જેરૂસલેમના શહેરના ર૦૦, હેબ્રોનના ૭૦, રામલ્લાહના ૩૪ અને ગાઝાપટ્ટીના પાંચ લોકોની ધરપકડ કરી હતી. જ્યારે બાકીની ધરપકડ વેસ્ટબેન્કના વિસ્તારોમાં થઈ હતી. નિવેદન મુજબ ઈઝરાયેલની જેલોમાં પેલેસ્ટીની કેદીઓની સંખ્યા લગભગ ૪પ૦૦ છે, જેમાં ૪૦ મહિલાઓ અને ૧૭૦ બાળકો સામેલ છે.
Facebook
0
Twitter
0