(એજન્સી) તા.૯
પેલેસ્ટીન આરોગ્ય મંત્રાલયે એક નિવેદન આપતા પુષ્ટિ કરી હતી કે કબજાવાળા વેસ્ટ બેંકના જેનીન શહેરમાં સવારે એક ર૪ વર્ષીય પેલેસ્ટીની મહિલા જેને ઈઝરાયેલી સૈનિકોએ ગોળી મારી હતી. તેની સ્થિતિ ગંભીર છે. વફા સમાચાર એજન્સી મુજબ, સ્થાનિક રહેવાસીઓએ કહ્યું કે ઈઝરાયેલી દળોએ જેનીન શહેરના અલ-જબરિયાત પાડોશ વિસ્તારમાં હુમલો કર્યો. જ્યાં એક ભૂતપૂર્વ કેદીના ઘરમાં ઘૂસીને તેની પૂછપરછ કરી અને તેને ફરીથી ધરપકડ કરવાની ધમકી આપી. આ દરોડાના લીધે પેલેસ્ટીની રહેવાસીઓ ઈઝરાયેલી કબજાના દળો સાથે મુકાબલો કરવો પડ્યો, જેઓએ સ્થાનિક યુવકો પર જીવંત અને રબર કોટેડ ગોળીઓ ચલાવી હતી. કારણ કે તેમણે તેમનો રસ્તો અવરોધવાનો પ્રયાસ કર્યો હતો. ઈઝરાયેલી દળોએ દાવો કર્યો છે કે સૈનિકો શંકાસ્પદ લોકોની ધરપકડ કરવા રાતોરાત શહેરમાં પ્રવેશ્યા હતા. લોકલ રેડ ક્રિસન્ટ શાખાના નિર્દેશક મહમૂદ અલ-સઆદીએ વફાને કહ્યું કે ઈઝરાયેલી સૈનિકોએ ઘટનાસ્થળ પર પહોંચેલી એમ્બ્યુલન્સ ઉપર ગોળીઓ ચલાવી હતી. જે તે પેલેસ્ટીની મહિલાને બચાવવા આવી હતી. જેને છાતીના ભાગમાં જીવંત ગોળીઓ મારવામાં આવી હતી. જો કે ઈઝરાયેલી સૈનિકોએ જીવંત શસ્ત્રોના ઉપયોગ કરવા વિશે ઈન્કાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે મહિલાને કદાચિત પેલેસ્ટીનીઓ દ્વારા ચલાવવામાં આવેલી ગોળીઓ વાગી હશે. ઈઝરાયેલી સૈન્ય નિયમિતપણે પેલેસ્ટીની શહેરો અને ગામોમાં કબજાવાળા વેસ્ટબેંકમાં પેલેસ્ટીનીઓની ધરપકડ કરવા પ્રવેશે છે.