(એજન્સી) તા.૩૦
ઇઝરાયેલી દળોના ગાઝા પટ્ટીમાં હુમલામાં વધુ ૩૯ પેલેસ્ટીનીઓ મૃત્યુ પામ્યા, આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું કે, ૭ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૩૯,૩૬૩ થયો છે.
મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઇઝરાયેલના નરસંહાર અભિયાનમાં લગભગ ૯૦,૯૨૩ લોકો ઘાયલ થયા છે. મંત્રાલયે જણાવ્યું કે, “ઇઝરાયલી દળોએ પાછલા ૨૪ કલાકમાં પરિવારો વિરૂદ્ધ ત્રણ ‘નરસંહાર’માં ૩૯ લોકો મૃત્યુ પામ્યા અને ૯૩ અન્ય ઘાયલ થયા.”
તેણે જણાવ્યું કે “ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે અને રસ્તાઓ પર ફસાયેલા છે કારણ કે બચાવ ટીમો તેમના સુધી પહોંચી શકી નથી.” ગાઝા પર ચાલી રહેલા ઘાતકી હુમલાને કારણે ઈઝરાયેલને આંતરરાષ્ટ્રીય ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ઇઝરાયેલી યુદ્ધના નવ મહિનાથી વધુ ગાઝાનો વિશાળ હિસ્સો ખોરાક, શુદ્ધ પાણી અને દવાની તીવ્ર અછતને કારણે ખંડેર હાલતમાં છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં ઈઝરાયેલ પર નરસંહારનો આરોપ મૂકવામાં આવ્યો છે.